2036ની ઓલિમ્પિક્સના આયોજન માટે ભારત દાવો કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું છે કે 2036માં નિર્ધારિત ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે ભારત દાવો કરશે. સરકાર આ માટેનો રોડમેપ (યોજના) ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી) સમક્ષ રજૂ કરશે. 2023ના સપ્ટેમ્બરમાં મુંબઈમાં આઈઓસીનું સત્ર યોજાવાનું છે ત્યારે ભારત સરકાર 2036ની ઓલિમ્પિક્સના યજમાનપદ માટેનો દાવો રજૂ કરશે.

ઠાકુરે કહ્યું કે, ગુજરાતમાં ઓલિમ્પિક્સના આયોજન માટે વિશ્વ કક્ષાનું માળખું તૈયાર છે. અમદાવાદને આ વૈશ્વિક રમતોત્સવનું યજમાન શહેર બનાવવામાં એવી ધારણા છે. ભારત જો G20 શિખર સંમેલનનું પ્રમુખપદ ભવ્ય રીતે સંભાળી શકે છે તો સરકારે ઓલિમ્પિક્સના આયોજન માટેનો પણ દાવો કરવો જોઈએ.