1,000 નાના સ્ટેશનોનું નૂતનીકરણ કરાશે

નવી દિલ્હીઃ રેલવે મંત્રાલયે સ્ટેશનોનું રીડેવપલમેન્ટ કરવાની હાથ ધરેલી જંગી યોજના અંતર્ગત આવનારા વર્ષોમાં દેશભરમાં 1,000થી પણ વધારે નાના સ્ટેશનોને આધુનિક સ્વરૂપ આપવાનું નક્કી કર્યું છે. આ કામગીરી ‘અમૃત ભારત સ્ટેશન સ્કીમ’ અંતર્ગત હાથ ધરાશે. તેમાં નાના સ્ટેશનો પર નવી દિલ્હી અને અમદાવાદ જેવા સ્ટેશનો પર હોય છે એવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જોકે થોડાક ઓછા ખર્ચે હશે. દરેક નાના સ્ટેશનનું રૂ.10-20 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરાશે.

‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત આ સુવિધાઓ અપાશેઃ

  • ફ્રી વાઈ-ફાઈ, 5G મોબાઈલ ટાવર્સ માટે જગ્યા
  • પ્રવાસીઓ માટે પ્રવેશ કરવાનું સરળ બની રહે એ રીતે સ્ટેશન તરફ જતા રસ્તાઓને પહોળા બનાવાશે, નકામા બાંધકામો દૂર કરાશે, વ્યવસ્થિત સાઈનબોર્ડ મૂકાશે, અલગ ફૂટપાથ બનાવવામાં આવશે, આયોજનપૂર્વકના પાર્કિંગ એરિયા બનાવાશે, લાઈટિંગ વ્યવસ્થા સુધારવામાં આવશે
  • તમામ સ્ટેશનો પર પ્લેટફોર્મ પર્યાપ્ત રીતે ઊંચા બનાવાશે, લંબાઈ 600 મીટર હશે
  • દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ રખાશે
  • રૂફ ટોપ પ્લાઝા બનાવાશે
  • એસ્કેલેટર (ઈલેક્ટ્રિક સિડી) મૂકાશે