નવી દિલ્હીઃ ભારત જ્યારે 18 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (WTC)ની ફાઇનલમાં ન્યુ ઝીલેન્ડ સામે રમશે, પણ ભારત આંતરરાષ્ટ્રીય મેચોમાં ન્યુ ઝીલેન્ડ સામે 18 વર્ષ પહેલાં નબળો રેકોર્ડ ધરાવે છે. સૌરવ ગાંગુલીની કેપ્ટનશિપ હેઠળ ન્યુ ઝીલેન્ડ સામે ICC ટુર્નામેન્ટ- વર્લ્ડ કપમાં ન્યુ ઝીલેન્ડ સામે સાત વિકેટે છેલ્લી વખત જીત્યું હતું. એ વખતે ઝહિર ખાને ચાર વિકેટ લીધી હતી અને હરભજન સિંહે બે વિકેટ ખેરવી હતી. ભારતે કિવીઓને 146 રનમાં સમેટી હતી. એ પછી ન્યુ ઝીલેન્ડ સામે છેલ્લી જીત હતી.
ત્યાર બાદ વર્ષ 2007 વર્લ્ડ T20 લીગ મેચમાં ન્યુ ઝીલેન્ડે 190 બનાવ્યા હતા, પરંતું જવાબમાં ભારતે 180 જ બનાવી શક્યું હતું. એ મેચમાં ડેનિયલ વિટ્ટોરીએ 20 રનમાં ચાર વિકેટ લીધી હતી. ત્યાર બાદ 2016ના T20 વર્લ્ડ કપની સુપર 10 મેચમાં-નાગપુરમાં ભારતે ન્યુ ઝીલેન્ડને 126-7 સુધી સીમિત રાખ્યું હતું, પણ કિવીઓએ ભારતને 79 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. કિવિઝે 47 રનથી મેચ જીતી હતી. એ પછી 2019માં 50 ઓવરની વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં 239 રનમાં સમેટાઈ હતું, પણ સામે ભારત 221માં ઓલઆઉટ થયું હતું. 18 રન ટૂંકા પડ્યા હતા.
આ ઉપરાતં ભારતે WTC ટૂ-ટેસ્ટ સિરીઝ ન્યુ ઝીલેન્ડ-2020ની વેલિન્ગટનની પહેલી ટેસ્ટમાં ભારત 10 વિકેટ હાર્યું હતું, જ્યારે ભારત કાઇસ્ટચર્ચની ટેસ્ટમાં સાત વિકેટે હારી ગયું હતું.