ભારતે 574 રને દાવ ડિકલેર કર્યોઃ જાડેજા 175 નોટઆઉટ

મોહાલીઃ સર રવીન્દ્ર જાડેજાએ મોહાલી ટેસ્ટમાં ધમાલ મચાવી દીધી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા સામે વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. ભારતે પહેલી ઇનિંગ્સમાં આઠ વિકેટે 574 રનના તોતિંગ સ્કોરે રને દાવ ડિક્લેર કર્યો હતો. ભારતે પહેલા દિવસના અંતે રિષભ પંતના 96 રનની મદદને લીધે છ વિકેટે 357 રન બનાવ્યા હતા. જ્યારે જાડેજા ટેસ્ટમાં સાતમા ક્રમે બેટિંગ કરીને એક ઇનિંગ્સમાં સૌથી વધુ રનોની ઇનિંગ્સ રમનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે.

જાડેજા પહેલાં આ રેકોર્ડ કપિલ દેવને નામે હતો. કપિલ દેવે 1986માં કાનપુર ટેસ્ટમાં શ્રીલંકા સામે સાતમા ક્રમે બેટિંગ કરતાં 163 રનની ઇનિંગ્સ રમી હતી. જાડેજાએ 175 અણનમ 175 રન બનાવ્યા હતા. આ ઉપરાંત જાડેજા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 5000 રન પણ પૂરા કર્યા છે અને તેણે 400 વિકેટ લેનાર ભારતનો બીજો ક્રિકેટર છે. જાડેજા સિવાય ભારત માટે આવી કમાલ કપિલ દેવે કરી છે.

જોકે બીજા દિવસે અશ્વિન અને રવીન્દ્ર જાડેજા ક્રીઝ પર હતા.આ પહેલાં 100મી ટેસ્ટ રમી રહેલા વિરાટ કોહલીએ 45 રન બનાવ્યા હતા. જાડેજાએ બીજા દિવસે સદી ફટકારી હતી. તેણે શાનદાર બેટિંગ કરતાં 175 રન બનાવ્યા હતા.

બીજા દિવસના પ્રારંભે શેન વોર્નના નિધને ભારતીય ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધીને શોક વ્યક્ત કર્યો હતો અને મેદાનમાં ઊતર્યા હતા. આ ઉપરાંત ખેલાડીઓએ રોડની માર્શ અને શેન વોર્નના નિધન પર બે મિનિટનું મૌન પાળ્યું હતું.

ટીમ ઇન્ડિયાએ T20 સિરીઝમાં વ્હાઇટ વોશ કર્યા પછી પહેલી ટેસ્ટમાં આઠ વિકેટે કુલ 574 રને દાવ ડિકલેર કર્યો હતો.

ટીમ ઇન્ડિયયાએ પહેલી ઇનિંગ્સમાં હનુમાન વિહારીએ 58, કોહલીએ 45, પંતે 96, અશ્વિને 61 અને રવીન્દ્ર જાડેજાએ નોટઆઉટ 175 રન બનાવ્યા હતા. જ્યારે લખમલ, વિશ્વા ફર્નાન્ડો અને લસિથ એમ્બુલદેનિયાએ બે-બે વિકેટ લીધી હતી.  શ્રીલંકાએ પણ વિના વિકેટે 50 રન બનાવ્યા હતા.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]