મહાન લેગસ્પિનર શેન વોર્ન (52)નું નિધન

મેલબર્નઃ ઓસ્ટ્રેલિયાના દંતકથા સમાન ભૂતપૂર્વ ક્રિકેટર લેગસ્પિનર શેન વોર્નનું નિધન થયું છે. હાર્ટ એટેકને કારણે એમનું અવસાન થયું છે. 52 વર્ષના હતા.

વોર્નના મેનેજરે એક નિવેદનમાં જણાવ્યું છે કે વોર્નનું થાઈલેન્ડના કોહ સેમૂમાં નિધન થયું છે.

‘foxsports.com.au’ વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે વોર્ન એમના બંગલામાં નિશ્ચેતન અવસ્થામાં મળી આવ્યા હતા. ડોક્ટરોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં એ બચી શક્યા નહોતા. વોર્નના પરિવારે એમને ગોપનીયતા આપવાની સૌને વિનંતી કરી છે અને કહ્યું છે કે યોગ્ય સમયે વધુ વિગત આપવામાં આવશે.

શેન વોર્ને 1992માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. એમણે 145 ટેસ્ટ મેચોમાં 708 વિકેટ લીધી હતી જ્યારે 194 વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં 293 વિકેટ લીધી હતી.