મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ડાયરેક્ટર નીતા અંબાણી, જેઓ મહિલાઓની પ્રીમિયર લીગ (WPL) ક્રિકેટ સ્પર્ધાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સનાં માલિકણ છે, તેમણે એવી આશા વ્યક્ત કરી છે કે આ ટુર્નામેન્ટ ઘણી બધી યુવતીઓને ખેલકૂદ ક્ષેત્રમાં સહભાગી થવામાં અને કારકિર્દી બનાવવામાં અને સપનાં સાકાર કરવામાં મદદરૂપ થશે.
શનિવારથી મુંબઈ અને નવી મુંબઈમાં શરૂ થયેલી આ સ્પર્ધાની પ્રારંભિક મેચમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે કાર્યવાહક સુકાની સ્નેહ રાણાની આગેવાની હેઠળની ગુજરાત જાયન્ટ્સને 143-રનથી પરાજય આપ્યો હતો. આજે રવિવારે બેમાંની પહેલી મેચમાં મેગ લેનિંગના નેતૃત્ત્વવાળી દિલ્હી કેપિટલ્સે સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમને 60-રનથી પરાજય આપ્યો હતો.
મુંબઈ અને ગુજરાત વચ્ચે શનિવારે નવી મુંબઈના ડી.વાઈ. પાટીલ સ્ટેડિયમમાં દર્શકોની ચિક્કાર ભીડ વિશે પણ નીતા અંબાણીએ ખુશી વ્યક્ત કરી હતી.