હાર્દિક પંડ્યાએ ભાઈ કૃણાલ, ફિયાન્સી નતાશા સાથે મળીને હોળી ઉજવી

વડોદરા: ક્રિકેટ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એના ક્રિકેટર ભાઈ કૃણાલ અને ફિયાન્સી નતાશા સ્ટેન્કોવિચની સાથે મળીને આજે હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવ્યો છે.

હાર્દિકે પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર તસવીરો પોસ્ટ કરી છે. ઘરમાં જ હોળી રમતી વખતે પાડેલી તસવીરમાં કૃણાલની પત્ની પંખૂડી પણ છે.

હાર્દિક ઈજાને કારણે ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર છે, પણ હવે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનાર આગામી વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી માટેની ટીમમાં એને સામેલ કરાયો છે તેથી ટૂંક સમયમાં જ એ ટીમ સાથે જોડાશે.

હાર્દિક પીઠની પીડા અને સર્જરીને કારણે ટીમથી દૂર રહ્યો છે. છેલ્લે એ 2019ના સપ્ટેંબરમાં આંતરરાષ્ટ્રીય મેચમાં રમ્યો હતો.

દક્ષિણ આફ્રિકા અને ભારત 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝની પહેલી મેચ 12 માર્ચે રમાશે.

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી વન-ડે મેચ 12 માર્ચે ધરમશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં, બીજી મેચ 15 માર્ચે લખનઉમાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં અને ત્રીજી મેચ 18 માર્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે.

ભારતીય ટીમ આ મુજબ છેઃ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, મનીષ પાંડે, શ્રેયસ ઐયર, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, લોકેશ રાહુલ (વિકેટકીપર-બેટ્સમેન), રિષભ પંત (વિકેટકીપર-બેટ્સમેન), ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, નવદીપ સૈનની અને કુલદીપ યાદવ.

દક્ષિણ આફ્રિકા ટીમ આ મુજબ છેઃ

ક્વિન્ટન ડી કોક (કેપ્ટન, વિકેટકીપર), ટેમ્બા બાવુમા, રાશી વાન ડેર ડસન, ફાફ ડુ પ્લેસી, ડેવિડ મિલર, જેનીમેન મલન, જે.જે. સ્મટ્સ, જ્યોર્જ લિન્ડે, એન્ડિલ ફેલુક્વેયો, કાઈલ વેરીન, હેન્રિક ક્લાસેન, લુન્ગી એન્ગીડી, લુથો સિપામ્લા, બ્યોરન હેન્ડ્રિક્સ, એન્રિક નોર્જે, કેશવ મહારાજ.