મેસ્સીના આર્જેન્ટિનાને પરાજયનો આંચકોઃ સાઉદી અરેબિયાએ 2-1થી ચટાડી ધૂળ

દોહાઃ અહીં રમાતી ફિફા વર્લ્ડ કપ-2022 સ્પર્ધામાં આજે સૌથી મોટું આંચકાજનક પરિણામ આવ્યું છે. ગ્રુપ-Cની મેચમાં, સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને 2-1થી પરાસ્ત કરી દીધું. આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીએ મેચની દસમી જ મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને પોતાની ટીમને સરસાઈ અપાવી હતી. હાફ-ટાઈમે સ્કોર આર્જેન્ટિનાની તરફેણમાં 1-0 હતો.

પરંતુ, બીજા હાફમાં સાઉદી અરેબિયાના બે ખેલાડીએ ગોલ કરીને મેચ જીતી લીધી હતી. 43મી મિનિટે સાલેહ અલશેરીએ અને 53મી મિનિટે સલીમ અલ્દવસારીએ ગોલ કરીને આર્જેન્ટિના અને એના ચાહકોને ધરખમ આંચકો આપ્યો હતો.