ભારતમાં ટેસ્ટશ્રેણી માટે ઈંગ્લેન્ડે 16-સભ્યોની ટીમ જાહેર કરી; 3 નવોદિત ખેલાડી

લંડનઃ આવતા જાન્યુઆરીમાં ભારતમાં પાંચ-મેચોની ટેસ્ટ શ્રેણી રમવા આવનાર ઈંગ્લેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. બેન સ્ટોક્સની આગેવાની હેઠળ ઘોષિત 16-સભ્યોની ટીમમાં ચાર સ્પિનર છે અને 3 નવોદિત ખેલાડી છે.

(તસવીર સૌજન્યઃ www.ecb.co.uk)

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) દ્વારા જાહેર કરાયેલી આ ટીમના ત્રણ નવોદિત ખેલાડીઓ છેઃ ગસ એટકિન્સન (ફાસ્ટ બોલર), ટોમ હાર્ટલે અને શોએબ બશીર (ઓફ્ફ સ્પિનર).

સગીર વયના લેગસ્પિનર રેહાન એહમદને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે પાકિસ્તાન સામે પોતાની પ્રારંભિક ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લીધી હતી. ટીમના ચાર સ્પિનર છેઃ રેહાન એહમદ, શોએબ બશીર, ટોમ હાર્ટલે અને બેન ડકીટ.

આ છે ઈંગ્લેન્ડની ટીમઃ

બેન સ્ટોક્સ (કેપ્ટન), જો રૂટ, માર્ક વૂડ, જેમ્સ એન્ડરસન, જોની બેરસ્ટો (વિકેટકીપર), હેરી બ્રૂક, ઝેક ક્રોલી, બેન ડકેટ, બેન ફોક્સ (વિકેટકીપર), જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, રેહાન એહમદ, ગસ એટકિન્સન, શોએબ બશીર, ટોમ હાર્ટલી.

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનો કાર્યક્રમઃ

પહેલી ટેસ્ટ : 25-29 જાન્યુઆરી – હૈદરાબાદ

બીજી ટેસ્ટ : 2-6 ફેબ્રુઆરી – વિશાખાપટનમ

ત્રીજી ટેસ્ટ : 15-19 ફેબ્રુઆરી – રાજકોટ

ચોથી ટેસ્ટ : 23-27 ફેબ્રુઆરી – રાંચી

પાંચમી ટેસ્ટ : 7-11 માર્ચ – ધરમશાલા