આઈપીએલ-12ઃ કોહલીની બેંગલોર ટીમની પરાજયની હારમાળા યથાવત્: આજે દિલ્હી સામે હારી

બેંગલુરુ – આઈપીએલ-2019 અથવા આઈપીએલ-12 સ્પર્ધામાં જીત હજી પણ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને હાથતાળી આપી રહી છે. આજે એનો એક વધુ – સતત છઠ્ઠો પરાજય થયો છે. દિલ્હી કેપિટલ્સ સામે એનો 4-વિકેટથી પરાજય થયો છે.

દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેંગલોર ટીમને બેટિંગ આપી હતી. બેંગલોરે કોહલીના સર્વોચ્ચ સ્કોર – 41 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા હતા. એના જવાબમાં, દિલ્હી કેપિટલ્સે 18.5 ઓવરમાં 6-વિકેટના ભોગે 152 રન કરીને મેચ જીતી લીધી હતી.

બેંગલોરની બેટિંગ લાઈન-અપને સૌથી મોટું નુકસાન પહોંચાડનાર હતો દિલ્હીનો ફાસ્ટ બોલર કેગીસો રબાડા, જેણે એની 4 ઓવરમાં 21 રન આપીને 4 વિકેટ પાડી હતી. એના 4 શિકાર હતા – કોહલી, એબી ડી વિલિયર્સ (17), અક્ષદીપ નાથ (19) અને પવન નેગી (0).

બેંગલોરનો ઓપનર-વિકેટકીપર પાર્થિવ પટેલ 9 અને માર્કસ સ્ટોઈનીસ 15 રન કરી શક્યો હતો. મોઈન અલીએ 32 રન કર્યા હતા.

દિલ્હી કેપિટલ્સના દાવમાં પણ એનો કેપ્ટન શ્રેયસ ઐયર ટીમનો તથા સમગ્ર મેચનો ટોપ સ્કોરર બન્યો હતો. એણે 50 બોલમાં 67 રન કર્યા હતા જેમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા હતા.

શિખર ધવન પહેલા જ બોલે આઉટ થયો હતો. પૃથ્વી શોએ 28, કોલીન ઈન્ગ્રામે 22, વિકેટકીપર રિષભ પંતે 18 રન કર્યા હતા.

કેગીસો રબાડાને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

દિલ્હી કેપિટલ્સ ટીમે 6 મેચોમાં આ ત્રીજી જીત મેળવી છે. એ ત્રણ મેચ હારી ચૂકી છે.

પોઈન્ટ્સ ટેબલમાં હાલ ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમાંથી 4 મેચ જીતીને 8 પોઈન્ટ સાથે પહેલા નંબરે છે. ત્યારબાદના નંબરે આવે છે – સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર.

બેંગલોર-દિલ્હી મેચ બાદના પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ નીચે મુજબ હતીઃદિલ્હી કેપિટલ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર


શ્રેયસ ઐયર


આઈપીએલ-2019 અથવા આઈપીએલ-12 સ્પર્ધામાં 7 એપ્રિલ, રવિવારે બેંગલુરુમાં રમાઈ ગયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો 4-વિકેટથી પરાજય થયો હતો. વર્તમાન આવૃત્તિમાં વિરાટ કોહલીની બેંગલોર ટીમનો આ સતત છઠ્ઠો પરાજય છે અને પોઈન્ટ્સ ટેબલમાં એ તમામ મેચો હારીને તળિયે છે. દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેંગલોર ટીમને બેટિંગ આપી હતી. બેંગલોરે કોહલીના સર્વોચ્ચ સ્કોર - 41 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 149 રન બનાવ્યા હતા. એના જવાબમાં, દિલ્હી કેપિટલ્સે 18.5 ઓવરમાં 6-વિકેટના ભોગે 152 રન કરીને મેચ જીતી લીધી હતી. દિલ્હીના ફાસ્ટ બોલર કેગીસો રબાડા (4 ઓવરમાં 21 રનમાં 4 વિકેટ)ને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.


દિલ્હીનો 'મેન ઓફ ધ મેચ' ફાસ્ટ બોલર કેગીસો રબાડા
દિલ્હીનો 'મેન ઓફ ધ મેચ' ફાસ્ટ બોલર કેગીસો રબાડા


(તસવીરોઃ iplt20.com)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]