નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકાની ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ શરૂ થવામાં હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બચ્યો છે, ત્યારે આ સિરીઝ શરૂ થવા પહેલાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે કહ્યું હતું કે ભારતીય ઝડપી બોલિંગમાં સુધારો થયો છે, ખાસ કરીને વિદેશી પિચો પર ભારતીય બોલરો કાઠું કાઢી રહ્યા છે. એમાં જસપ્રીત બુમરાહ દક્ષિણ આફ્રિકા સામે મોટું જોખમ છે. બુમરાહ ઝડપી બોલરોની ઉછાળવાળી પિચ પર લાભ ઉઠાવવામાં સક્ષમ છે. ભારત આ પહેલાં 2018માં દક્ષિણ આફ્રિકા સામે 2-1થી સિરીઝ હાર્યું હતું, જેનો બદલો લેવા માટે તૈયાર છે.
ઘરેલુ ટીમના એબી વિલિયર્સ, ડેલ સ્ટેન, ફાફ ડુ પ્લેસિસ, હાસિમ અમલા અને વર્નાન ફિલેન્ડર જેવા દિગ્ગજ ખેલાડીઓ છે, પણ તેમનો આ ટેસ્ટ સિરીઝમાં અભાવ વર્તાશે, કેમ કે તેઓ બધા 2018ની સિરીઝમાં હતા, જે હાલ નિવૃત્ત થઈ ગયા છે. બુમરાહે એ જ ટેસ્ટ સિરીઝમાં ડેબ્યુ કર્યું હતું અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અગ્ર હરોળનો બોલર બન્યો હતો.
📸 M🙂🙂D in the camp right now
All smiles here at Centurion 😃#TeamIndia | #SAvIND pic.twitter.com/IOaMfH6h7h
— BCCI (@BCCI) December 21, 2021
બુમરાહ એક વર્લ્ડ ક્લાસ બોલર છે. જોકોઈ બોલર દક્ષિણ આફ્રિકાની પિચો પર લાભ ઉઠાવી શકે તેમ છે તોએ બુમરાહ છે. આમ પણ ટીમ ઇન્ડિયાની હાલની ટીમ મજબૂત છે. બુમરાહને ખતરનાક માનતાં એલ્ગરે કહ્યું હતું કે તેની ટીમે ભારતીય બોલિંગ આક્રમણનો સામનો કરવો મુશ્કેલ બની રહેશે.
ઓમિક્રોનના ઉદભવ પછી દક્ષિણ આફ્રિકામાં કોરોના કેસોમાં વધારાને લીધે આ ટેસ્ટ સિરીઝ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે, એ માટે કેપ્ટને નિરાશા વ્ક્ત કરી હતી.