એશિયન-ચેમ્પિયન્સ-ટ્રોફી હોકીઃ પાકિસ્તાનને હરાવી ભારતે કાંસ્યચંદ્રક જીત્યો

ઢાકાઃ છેલ્લી બે વખત – 2016 અને 2018માં એશિયન ચેમ્પિયન બનેલી ભારતીય હોકી ટીમને આ વખતે કાંસ્યચંદ્રકથી સંતોષ માનવો પડ્યો છે. સ્પર્ધાની છઠ્ઠી આવૃત્તિમાં, આજે ત્રીજા સ્થાન માટે રમાઈ ગયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 4-3 ગોલના સ્કોરથી પરાજય આપ્યો હતો.  હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પરથી ગોલ કર્યા બાદ પાકિસ્તાનના અફરાઝ અને અબ્દુલ રાણાએ બે ગોલ કર્યા હતા. મેચના આખરી ક્વાર્ટરમાં વરુણ કુમાર અને ગુરસાહિબ સિંહે ગોલ કરતાં ભારતે સરસાઈ મેળવી હતી. ચોથા ક્વાર્ટરની આખરી ક્ષણોમાં આકાશદીપ સિંહે ગોલ કર્યો હતો જે ભારત માટે વિજયી સાબિત થયો હતો.

અગાઉ, સેમી ફાઈનલમાં જાપાનની ટીમે ભારતને 5-3થી અને સાઉથ કોરિયાએ પાકિસ્તાનને 6-5થી પરાજય આપ્યો હતો.