અમદાવાદઃ ભારત અને ઓસ્ટ્રેલિયની વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે મેચનો બીજો દિવસ છે. બીજા દિવસે T ટાઇમ પછી ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સ 167.2 ઓવરમાં 480 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજા (180 રન), અને કેમરન ગ્રીને (114 રન) સદી ફટકારી હતી. નીચલા ક્રમના નાથન લિયોને (34 રન) અને ટોડ મર્ફીએ (41 રન)નું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે દિવસના અંતે ભારતે વિના વિકેટે 36 રન બનાવ્યા હતા, જેમાં રોહિત શર્માએ 17 અને શુભમન ગિલ 18 રન સાથે ક્રીઝ પર છે.
ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 47.2 ઓવરમાં 91 રનમાં છ વિકેટ લીધી હતી. T સમય સુધી ઓસ્ટ્રેલિયાએ 119 ઓવરમાં ચાર વિકેટે 347 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 421 બોલમાં 180 રન બનાવ્યા હતા. કેમરન ગ્રીને 135 બોલમાં 95 રન અને ખ્વાજાએ 354 બોલમાં 150 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 290 બોલમાં 177 રનની ભાગીદારી થઈ હતી. પહેલા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 90 ઓવરમાં ચાર વિકેટે 255 રન બનાવ્યા હતા.
બીજી બાજુ, ભારત જો ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટમાં હારી જશે અથવા ડ્રો જશે અને શ્રીલંકા ન્યુ ઝીલેન્ડની સામે સિરીઝ 2-0થી જીતી જશે તો જૂનમાં રમાનારી WTC ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે રમાશે.