ભૂતપૂર્વ ક્રિકેટર એંડ્ર્યૂ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં નિધન

ક્વીન્સલેન્ડઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ધરખમ બેટર એંડ્ર્યૂ સાયમન્ડ્સનું નિધન થયું છે. 46 વર્ષીય સાયમન્ડ્સનું ગઈ કાલે મોડી રાતે લગભગ 11 વાગ્યાના સુમારે એક કાર અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. ક્વીન્સલેન્ડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે સાયમન્ડ્સ એક જ કારને સંડોવતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે.

આ નિવૃત્ત ઓલરાઉન્ડરનું ઉત્તર ક્વીન્સલેન્ડમાં ટાઉનસ્વિલ શહેરથી 50 કિ.મી. દૂર આવેલા હર્વી રેન્જ વિસ્તારમાં થયેલા કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. એમની કાર રસ્તાની બહાર ફંટાઈને ગબડી પડી હતી. સાયમન્ડ્સ પોતે જ કાર ચલાવતા હતા અને એમાં તે એકલા જ બેઠા હતા. પોલીસે અકસ્માતમાં તપાસ શરૂ કરી દીધી છે.

સાયમન્ડ્સના પરિવારે એમના મૃત્યુને સમર્થન આપ્યું છે. થોડા જ અઠવાડિયાના સમયગાળામાં ઓસ્ટ્રેલિયાના આ બીજા ધરખમ ભૂતપૂર્વ ક્રિકેટરનું મૃત્યુ થયું છે. ગયા માર્ચમાં ભૂતપૂર્વ લેગસ્પિનર શેન વોર્નનું થાઈલેન્ડમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]