મુંબઈઃ સ્વિત્ઝર્લેન્ડ ટૂરિઝમે ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા અને પ્રતિભાશાળી ભારતીય સ્પોર્ટ્સ સુપરસ્ટાર નીરજ ચોપરાને ‘ફ્રેન્ડશિપ એમ્બેસેડર’ બનાવ્યો છે. પોતાની આ નવી ભૂમિકામાં નીરજ ચોપરા ભારતીય પ્રવાસીઓને સ્વિત્ઝર્લેન્ડના એડવેન્ચરસ, સ્પોર્ટી અને આકર્ષક આઉટડોર્સ દર્શાવશે.
ચોપરા ટૂર્નામેન્ટમાં ભાગ લેવા અને તાલીમ લેવા અવારનવાર સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત લે છે, પણ આ વખતે સિઝન પૂરી થયા પછી ભારતના રમતગમત ક્ષેત્રના આ નવા આઇકોને સ્વિત્ઝર્લેન્ડમાં હળવા થવાનો નિર્ણય લીધો હતો. આ મુલાકાતમાં તેમણે તેમની મનપસંદ અને રોમાંચક પ્રવૃત્તિઓની મજા માણી હતી! ચોપરાએ મુલાકાત લેતા ટોચના સ્થાનોમાં ઇન્ટરલેકન, ઝર્મેટ્ટ અને જિનિવા સામેલ હતા.
ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં ઝુરિચમાં ડાયમન્ડ લીગ ચેમ્પિયનશિપમાં વિજય મેળવ્યા પછી નીરજ અને તેના અંગત મિત્રોએ સ્વિત્ઝર્લેન્ડમાં રજાની મજા માણી હતી અને રોમાંચક સ્થાનોનો પ્રવાસ કર્યો હતો. તેમના પ્રવાસમાં તમામ રોમાંચક બાબતોને આવરી લેવામાં આવી હતી, જેમ કે, ઇન્ટલેકનમાં કેનીઓન જમ્પિંગ, સ્કાય ડાઇવિંગ, જેટબોટ તેમજ જૂંગફ્રોજોક પર સ્નૉ સ્કૂટર્સ અને સ્લેડથી લઈને ઝર્મેટ્ટમાં મોન્સ્ટર બાઇકિંગ, હાઇકિંગ, પેરાગ્લાઇડિંગ અને હેલિકોપ્ટર ટૂર. પણ તેમના વેકેશનમાં એડવેન્ચર એક ભાગ હતો. તેમણે જિનિવા શહેરની મુલાકાત પણ લીધી હતી, જ્યાં તેમણે વિશિષ્ટ રનિંગ ટૂર તેમજ ઇ-ટુકટુક ટૂરની મજા માણી હતી, જે તેમને સંયુક્ત રાષ્ટ્ર અને રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપવા ગાંધી પ્રતિમા સુધી લઈ ગઈ હતી. નીરજ ચોપરાએ એક રમતવીર તરીકે જિનિવાના આઇકોનિક લેક જિનિવામાં રિવર રાફ્ટિંગ ટૂરથી લઈને પ્રસિદ્ધ સીમાચિહ્ન – જેટ ડી’ઇયુ સુધી વિવિધ રોમાંચક રમતોનો અનુભવ લીધો હતો.
સ્વિત્ઝર્લેન્ડના ‘ફ્રેન્ડશિપ એમ્બેસેડર’ તરીકે ચોપરા આ દેશની પ્રથમ વાર મુલાકાત લેનારા કે અવાનવાર મુલાકાત લેનાર પ્રવાસીઓ સામે તેને આઉટડોર્સ માટે આદર્શ સ્થાન અને હાઇકિંગ, બાઇકિંગ, સોફ્ટ અને એક્સ્ટ્રીમ એડવેન્ચર તથા સ્નૉ સ્પોર્ટ્સ માટે શ્રેષ્ઠ સ્થાન તરીકે દર્શાવવા દેશમાં તેના અનુભવોની વહેંચણી કરશે.
નીરજે કહ્યું હતું કે, “સ્વિત્ઝર્લેન્ડ મારું મનપસંદ હોલિડે સ્થાન છે! ત્યાં તમે જ્યાં નજર કરો ત્યાં સુંદરતા છે! સિઝન પછી ત્યાં ફરીને મેં શ્રેષ્ઠ સમય પસાર કર્યો હતો. હું મારા મિત્રો અને પરિવારજનોને પણ આ દેશ દેખાડવા ઇચ્છતો હતો. મારા માટે વ્યસ્ત સિઝન પછી હળવા થવા માટે આ શ્રેષ્ઠ સ્થાન હતું. દેશમાં તમને ગમે ત્યાં તાજગીનો અનુભવ થાય છે, પછી તમે પર્વતો પર હોવ કે શહેરમાં ફરતાં હોવ! પણ મને સૌથી વધુ રોમાંચ દેશ સાથે સંબંધિત સાહસિકતા માણવાના સ્થાનો પર આવ્યો હતો. મેં મારા મિત્રો સાથે આ સ્થાનોની મજા માણી હતી. તેમને ઇન્ટરલેકન અને ઝર્મેટ્ટ દેખાડવાની મને મજા આવી હતી, જે તેમની સાહસિક-રોમાંચક પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. વળી સ્વિત્ઝર્લેન્ડના બીજા સૌથી મોટા શહેર જિનિવામાં આઉટડોર માણવાની પણ તકો છે. અમે કેનિઓન સ્વિંગથી લઈને રિવર રાફ્ટિંગ અને પેરાગ્લાઇડિંગથી લઈને સ્કાયડાઇવિંગ સુધી વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી. ચોક્કસ, એનાથી એ જાણકારી મળી હતી કે, સ્વિત્ઝર્લેન્ડ તમામ પ્રકારના એડવેન્ચર સ્પોર્ટ્સ માટે સૌથી સલામત સ્થાન છે!”
સ્વિત્ઝર્લેન્ડના ડિરેક્ટર-ઇન્ડિયા મિશા ગેમ્બેટ્ટાએ કહ્યું હતું કે, “અમારા માટે ભારત લાંબા ગાળાનું મહત્વપૂર્ણ બજાર છે! ભારતમાંથી કોઈ ફ્રેન્ડશિપ એમ્બેસેડર તરીકે સ્વિત્ઝર્લેન્ડને પ્રસ્તુત કરે એ બહુ સારું છે. નીરજ એક આઇકોન છે અને તેઓ સ્વિત્ઝર્લેન્ડની સ્પોર્ટી સાઇડ પ્રસ્તુત કરવા આદર્શ બની રહેશે. અમે તેમની સાથે સફળ અભિયાન માટે કામ કરવા આતુર છીએ.”
સ્વિત્ઝર્લેન્ડ ટૂરિઝમના ડેપ્યુટી ડિરેક્ટર રિતુ શર્માએ કહ્યું હતું કે, “સ્વિત્ઝર્લેન્ડ ટૂરિઝમ વિવિધ પ્રકારના મુલાકાતીઓને આકર્ષિક કરવાની ઊંચી સંભવિતતા જુએ છે અને કોવિડ પછી ભારતીય પરિપ્રેક્ષ્યમાં ખાસ કરીને રસપ્રદ જગ્યા આઉટડોર સેગમેન્ટ છે. વધુને વધુ ભારતીયોને આઉટડોર્સની મજા માણવાનું અને સક્રિય રહેવાનું મહત્વ સમજાયું છે. નીરજ ચોપરા સાથે જોડાણ મારફતે અમને એ તક મળવાની આશા છે. અમે આઉટડોરને પસંદ કરતાં એક રમતવીરની નજરે સ્વિત્ઝર્લેન્ડને પ્રોત્સાહન આપવા નીરજ સાથે કામ કરીશું. સ્વિત્ઝર્લેન્ડ રજાના દિવસો દરમિયાન પ્રવાસીઓ જે ઝંખે છે એ તમામ પાસાં ધરાવે છે – તાજી હવા, સુંદર પર્વતો, શુદ્ધ પ્રકૃતિ, વિશિષ્ટ શહેરો અને સ્મારકો તથા રોમાંચક સરકારી પ્રવાસ વ્યવસ્થા. વળી આ પ્રકૃતિમાં કેટલીક પ્રવૃત્તિઓની મજા માણવા માટે પણ આદર્શ સ્થાન છે. અહીં હાઇકિંગ અને બાઇકિંગ, વોટર સ્પોર્ટ્સ કે રિવર રાફ્ટિંગ અને સ્કાયડાઇવિંગ જેવી એક્શન-પેક એક્ટિવિટી તથા શિયાળામાં સ્નૉ સ્પોર્ટ્સની અલગ જ મજા છે. એટલે નીરજને અમારા ફ્રેન્ડશિપ એમ્બેસેડર તરીકે ઘણી પસંદગી મળશે!”
નીરજે તેનો સુવર્ણચંદ્રક વિજેતા ભાલો (બરછી)નું દાન પણ ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં સ્વિત્ઝર્લેન્ડના લોઝાનમાં ધ ઓલિમ્પિક મ્યુઝિયમને કરી દીધું હતું. આ મ્યુઝિયમની સ્થાપના આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ મુખ્ય પાસાં તરીકે રમત સાથે ઇતિહાસ, સંસ્કૃતિ, ડિઝાઇન, ટેકનોલોજી અને સમાજશાસ્ત્ર દ્વારા ઓલિમ્પિઝમની સમૃદ્ધિ અને વિવિધતા દર્શાવવા વર્ષ 1993માં કરી હતી. અગાઉ મેરી કોમના ગ્લૉઝ અને ધ્યાનચંદની હોકી પણ આ મ્યુઝિયમમાં પ્રદર્શનનો ભાગ બની હતી.