ગાંધીનગર: જાપાન ખાતે આયોજિત ‘એશિયન ગેમ્સ 2026’માં ગુજરાતની ગૌરવવંતી રાઇફલ શૂટર ઈલાવેનિલ વલારિવાનએ પોતાના ઉત્કૃષ્ટ અને શાનદાર પ્રદર્શન થકી બે સિલ્વર (રજત) મેડલ જીતીને વૈશ્વિક મંચ પર દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત ઈલાવેનિલને ₹1.33 કરોડનો ચેક અર્પણ કરીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
A proud moment for Gujarat!
It was an honour to felicitate Gujarat’s sporting star @elavalarivan for her remarkable performance at the #AsianGames2026 and present her with a reward of ₹1.33 crore for her Silver Medal-winning performances.
Elavenil’s achievement is a testament… pic.twitter.com/ifyG31DZGz
— Harsh Sanghavi (@sanghaviharsh) September 28, 2026
વિશ્વફલક પર ગુજરાતનું ગૌરવ
જાપાન એશિયન ગેમ્સ 2026માં ભારતીય રાઇફલ શૂટિંગ ટીમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવીને ઈલાવેનિલે બે સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે.
રાજ્ય સરકાર તરફથી કુલ ₹2.41 કરોડનું પ્રોત્સાહન
શૂટર ઈલાવેનિલ વલારિવાનને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ગુજરાત સરકાર દ્વારા ‘શક્તિદૂત યોજના’ અને ‘ઓલિમ્પિક પ્રોત્સાહન’ અંતર્ગત કુલ ₹1.33 કરોડ તેમજ DLSS યોજના અને ‘ખેલ મહાકુંભ’ જેવી યોજનાઓ હેઠળ ₹74 લાખની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. આમ, રાજ્ય સરકાર દ્વારા તેમને અત્યાર સુધીમાં કુલ ₹2.41 કરોડની પ્રોત્સાહક રકમથી સન્માનિત કરવામાં આવ્યા છે.
રમતવીરો માટે સરકારની પ્રતિબદ્ધતા
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “રાજ્યની ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અને તેઓને વૈશ્વિક સ્તરે અગ્રેસર રાખવા માટે જરૂરી તમામ વર્લ્ડ-ક્લાસ તાલીમ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.”






