નવી દિલ્હીઃ ઇટાલીએ શિક્ષણ વ્યવસ્થામાં મોટો ફેરફાર કરતાં શાળાઓમાં બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે પ્રથમ ધોરણના વર્ગોમાં વિદેશી મૂળના વિદ્યાર્થીઓની સંખ્યા 30 ટકા સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંસદે આ કાયદાને મંજૂરી આપી દીધી છે. નવા કાયદા હેઠળ શાળાઓમાં અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓ દરમિયાન બુરખા, નકાબ સહિત ચહેરો ઢાંકતાં વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમનો ભંગ કરનારને 1000 યુરો (આશરે 1100 અમેરિકી ડોલર) સુધીનો દંડ થઈ શકે છે.
વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની સરકારના આ નિર્ણયને લઈને વિપક્ષી પાર્ટીઓએ ભેદભાવનો આરોપ લગાવ્યો છે. નવા કાયદાને ‘ડિક્રેટો સ્કુઓલા’ (Decreto Scuola) નામ આપવામાં આવ્યું છે. ઇટાલીની સંસદના નીચલા ગૃહ ચેમ્બર ઓફ ડેપ્યુટીઝે 142 મતના સમર્થનથી તેને મંજૂરી આપી હતી. તેની વિરુદ્ધમાં 112 મત પડ્યા હતા, જ્યારે ચાર સાંસદો મતદાનમાં સામેલ થયા નહોતા.
આ પહેલાં 20 નવેમ્બરે સેનેટે પણ આ કાયદાને મંજૂરી આપી દીધી હતી.
શા માટે લાગુ કરવામાં આવ્યો નવો કાયદો?
સરકારના જણાવ્યાનુસાર આ કાયદો 30 સપ્ટેમ્બર, 2026ના ડિક્રી-લો 170નો ભાગ છે. તેનો ઉદ્દેશ 2026-27ના શૈક્ષણિક સત્રની વ્યવસ્થિત શરૂઆત કરવી, નેશનલ રિકવરી એન્ડ રેઝિલિયન્સ પ્લાન (PNRR) હેઠળના પગલાંને સમર્થન આપવું અને વિદેશી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો છે.
ઇટાલીના નવા શિક્ષણ કાયદામાં શું-શું જોગવાઈઓ છે?
નવા કાયદામાં શાળાઓમાં ચહેરો ઢાંકતાં વસ્ત્રો પર પ્રતિબંધ, વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવા અને વિદેશી બાળકોનાં માતા-પિતાને ઇટાલિયન ભાષા શીખવવા જેવી જોગવાઈઓ કરવામાં આવી છે.મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હવે વર્ગખંડમાં બુરખા અને નકાબ પહેરી શકશે નહીં. પ્રથમ ધોરણના વર્ગમાં વિદેશી મૂળના વિદ્યાર્થીઓની સંખ્યા 30 ટકા સુધી મર્યાદિત રહેશે. જોકે ઇટાલિયન ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓ પર આ મર્યાદા લાગુ પડશે નહીં.
શા માટે થઈ રહ્યો છે વિરોધ?કાયદાને મંજૂરી આપવામાં આવી રહી હતી ત્યારે સંસદમાં વિપક્ષી સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ગૃહમાં પોસ્ટર દર્શાવ્યાં હતાં, જેના પર લખ્યું હતું – ‘શાળામાં કોઈ વિદેશી હોતું નથી.

