અમદાવાદઃ અમેરિકાના ફેડરલ રિઝર્વે વ્યાજદરો યથાવત્ રાખવાનો નિર્ણય લેતાં ભારતીય શેરબજારને શરૂઆતની મંદીમાંથી બહાર આવવામાં મદદ મળી હતી. દિવસના નીચલા સ્તરેથી સેન્સેક્સમાં 984 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી, જ્યારે નિફ્ટી પણ 22,900ને પાર પહોંચ્યો હતો. બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100માં લગભગ 1-1 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 4 લાખ કરોડનો વધારો થયો હતો.
સેક્ટર પ્રમાણે વાત કરીએ તો આજે સરકારી બેન્કો અને FMCG કંપનીઓએ બજારને મજબૂત ટેકો આપ્યો હતો. આ બંને ક્ષેત્રના નિફ્ટી ઇન્ડેક્સમાં 2 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. ખાનગી બેન્કો અને આઈટી ક્ષેત્રે પણ બજારને ટેકો આપ્યો હતો, જેમાં બંને ક્ષેત્રના નિફ્ટી ઇન્ડેક્સ લગભગ 1-1 ટકા વધ્યા હતા. જોકે ઓટો અને સિમેન્ટ ક્ષેત્રના નિફ્ટી ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. માસિક એક્સપાયરીના દિવસે સેન્સેક્સ 905.01 પોઈન્ટના વધારા સાથે 74,151.04 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50 પણ 237.90 પોઈન્ટના વધારા સાથે 22,936.75 પર બંધ થયો હતો.
સેન્સેક્સના 30માંથી 26 શેર તેજી સાથે બંધ
સેન્સેક્સમાં કુલ 30 શેર લિસ્ટેડ છે, જેમાંથી આજે 26 શેર વધારા સાથે બંધ થયા હતા. અદાણી પોર્ટ્સ, કોટક બેન્ક અને પાવરગ્રીડના શેરોમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો.
અમેરિકામાં વ્યાજદરો યથાવત્, બજાર પર કેટલી અસર?
અમેરિકાના ફેડરલ રિઝર્વે વ્યાજદરો યથાવત્ રાખવાનો નિર્ણય લેતાં ભારતીય શેરબજારને શરૂઆતની મંદીમાંથી બહાર આવવામાં મદદ મળી હતી. દિવસના નીચલા સ્તરેથી સેન્સેક્સમાં 984 પોઈન્ટની રિકવરી જોવા મળી હતી, જ્યારે નિફ્ટી પણ 22,900ને પાર પહોંચ્યો હતો. બજાર વિશ્લેષકે જણાવ્યું હતું કે રોકાણકારો અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો યથાવત્ રાખવાના નિર્ણય અને આગામી નાણાકીય નીતિ અંગેની અનિશ્ચિતતા પર નજર રાખી રહ્યા છે. ડિસેમ્બરમાં વ્યાજદરો વધારવા અંગે ફેડરલ રિઝર્વ તરફથી કોઈ સ્પષ્ટ સંકેત ન મળતાં રોકાણકારોની સાવચેતી યથાવત્ રહી છે. બીજી તરફ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે કાચા તેલના બજારમાં પણ અનિશ્ચિતતા જળવાઈ રહી છે.
હવે બજારની નજર ક્યાં રહેશે?
બજારના વિશ્લેષકના જણાવ્યાનુસાર, હવે રોકાણકારોની નજર કંપનીઓનાં ત્રિમાસિક પરિણામો પર રહેશે. આજે કોલ ઇન્ડિયા, એશિયન પેઇન્ટ્સ, ઇન્ટરગ્લોબ એવિએશન, ટ્રેન્ટ, લોરસ લેબ્સ અને અંબુજા સિમેન્ટ્સનાં પરિણામો જાહેર થવાનાં છે.






