નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. અહીં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સવારના સમયે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને ભારે ફાયરિંગ બાદ ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ બધા આતંકવાદીઓ પાકિસ્તાનના છે, જે કાશ્મીરમાં પીગળતા બરફનો લાભ લઈ ભારતમાં પ્રવેશી ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ દક્ષિણ કાશ્મીરના શોપિયાંના શુક્રુ કેલર વિસ્તારમાં મંગળવારે ત્રણથી ચાર આતંકવાદીઓને જોવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મળતાં જ સુરક્ષા દળો ત્યાં પહોંચી ગયા હતા અને આ વિસ્તારમાં ઘેરાવ કરી લીધો. પોતે ઘેરાયેલા હોવાનું જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ફાયરિંગ કર્યું હતું.
આમાંનો એક આતંકી શાહિદ અહમદ કુટ્ટે છે, જેનું ઘર પહલગામ હુમલા બાદ તોડી નાખવામાં આવ્યું હતું. કુટ્ટે લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી જૂથ TRF સાથે સંકળાયેલો હતો. જોકે હજી સુધી આ અંગે સૈન્ય તરફથી ઔપચારિક પુષ્ટિ કરવામાં આવી નથી.સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, જેમાં સુરક્ષા દળોએ એક કમાન્ડરને પણ ઠાર કરી દેવામાં આવ્યો છે.
સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના શોપિયાંના કિલ્લરના જંગલ વિસ્તારમાં ઘેરાવ અને શોધમૂળ અભિયાન દરમિયાન ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો. ત્યાર બાદ આ વિસ્તારમાં આતંકવાદીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને વધારાના સુરક્ષા દળો મોકલાયાં હતાં. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી હતી. સુરક્ષા દળોએ શોપિયાંમાં આતંકવાદીઓના ટોચના કમાન્ડરોને ઘેરી લીધા હતા.
સુરક્ષા દળોને શોપિયાંના શુક્રુ કિલ્લર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે વિશેષ ઇનપુટ મળ્યા હતા, જ્યારે સુરક્ષા દળોએ ત્યાં ઘેરાવ અને તપાસ અભિયાન શરૂ કર્યું હતું ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષા દળોએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
સુરક્ષા દળોએ પહેલગામ આતંકવાદીઓના હુમલામાં સામેલ આતંકવાદીઓને પણ પકડીને સજા આપવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. કાશ્મીરમાં પહેલગામ હુમલામાં સંડોવાયેલા ત્રણ આતંકવાદીઓનાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. આ ત્રણે આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા હતા.
