મુસ્લિમ મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ વય 18 વર્ષ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ની અરજી પર કોર્ટે આ નોટિસ જારી કરી છે. મુસ્લિમ પર્સનલ લો હેઠળ છોકરીના લગ્ન તરુણાવસ્થા અથવા 15 વર્ષની ઉંમરે થઈ શકે છે.
Supreme Court issues notice to Centre on a plea filed by the National Commission for Women (NCW) seeking a uniform age of marriage for women. pic.twitter.com/IQaFAcRlhh
— ANI (@ANI) December 9, 2022
કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો
વરિષ્ઠ વકીલ ગીતા લુથરા અરજીની દલીલ કરવા માટે કોર્ટમાં હાજર થયા હતા, પરંતુ તેમના વતી દલીલો શરૂ કરતા પહેલા જ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હાની બેન્ચે આ મામલે નોટિસ જારી કરી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. અગાઉ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના સમાન નિર્ણયને ટાંકીને સ્પષ્ટતા માંગી હતી. આ મામલે પણ સુપ્રીમ કોર્ટની અન્ય બેન્ચે નોટિસ જારી કરી છે. આશા છે કે ભવિષ્યમાં બંને કેસની સુનાવણી એકસાથે થઈ શકે છે.