દીપિકા પાદુકોણ પર ભડક્યા ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા, જુઓ આ પોસ્ટ

‘એનિમલ’ અને ‘કબીર સિંહ’ જેવી ફિલ્મોના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’ માટે હેડલાઇન્સમાં છે. પહેલા આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પ્રભાસ સાથે જોવા મળવાની હતી, પરંતુ તાજેતરમાં સંદીપ રેડ્ડી વાંગાએ એક પોસ્ટ શેર કરીને દીપિકાના ચાહકોને ચોંકાવી દીધા. તેમણે પોતાની પોસ્ટમાં ખુલાસો કર્યો કે દીપિકાને બદલે હવે તૃપ્તિ ડિમરીને’સ્પિરિટ’માં લેવામાં આવી છે.

હવે સંદીપ રેડ્ડી વાંગાએ બીજી એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે કોઈનું નામ લીધા વિના ગુસ્સે થવા, અવ્યાવસાયિક વર્તન કરવા અને તૃપ્તિ ડિમરીનું અપમાન કરવા બદલ એક્ટરની ટીકા કરી છે. સંદીપ રેડ્ડી વાંગાએ પોતાની પોસ્ટમાં કોઈનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ યુઝર્સનું કહેવું છે કે તેમણે પોસ્ટમાં દીપિકા પાદુકોણ પર નિશાન સાધ્યું છે.

સંદીપ રેડ્ડી વાંગા દ્વારા ટ્વિટ

સંદીપ રેડ્ડી વાંગાએ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે લખ્યું,’જ્યારે હું કોઈ અભિનેતાને વાર્તા કહું છું, ત્યારે મને તેના પર 100% વિશ્વાસ છે. અમારી વચ્ચે એક અસ્પષ્ટ NDA (નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ) હોય
છે. પણ આવું કરીને તમે તે વ્યક્તિનો ખુલાસો કર્યો છે જે તમે છો…. એક યુવાન અભિનેતાને નીચું બતાવવું અને મારી વાર્તાને જાહેર કરવી? શું આ તમારો નારીવાદ છે?’

સંદીપ રેડ્ડી વાંગાએ આગળ લખ્યું,’એક ફિલ્મ નિર્માતા તરીકે, મેં વર્ષોથી મારી કળા પર સખત મહેનત કરી છે અને મારા માટે, ફિલ્મ નિર્માણ જ બધું છે. પણ, તમે આ સમજી શક્યા નહીં અને તમે ક્યારેય સમજી શકશો નહીં. એવું કરો આગલી વખતે આખી વાર્તા કહી દેજો બધાને… કારણ કે મને કોઈ ફર્ક પડતો નથી. #dirtyPRgames મને આ કહેવત ખૂબ ગમે છે 🙂 ‘ખુંદક મેં બિલ્લી ખંબા નોચે.’

દીપિકાએ ‘સ્પિરિટ’ કેમ છોડી દીધી?
થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે સંદીપ રેડ્ડી વાંગાએ ‘સ્પિરિટ’માંથી દીપિકા પાદુકોણને કાઢી નાખી છે. અહેવાલો અનુસાર, દિગ્દર્શક વાંગા દીપિકાની માંગણીઓથી ખુશ નહોતા, જેમાં દિવસમાં આઠ કલાક કામ કરવું, વધારે પગાર, તેલુગુ સંવાદો ન બોલવા અને ફિલ્મના નફામાં હિસ્સો શામેલ હતો. આ કારણે, દીપિકાને ફિલ્મ છોડવી પડી અને તૃપ્તિએ ફિલ્મમાં તેનું સ્થાન લીધું.