રશિયાએ અમેરિકી સૈન્ય બોટને તોડી પાડી, યુક્રેનિયન સૈનિકો સવાર હતા

યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, રશિયન વાયુસેનાએ સ્નેક આઇલેન્ડ પર એક અમેરિકન લશ્કરી બોટને તોડી પાડી છે. યુક્રેનિયન સૈનિકો હાઇ સ્પીડ મિલિટરી બોટમાં સવાર હતા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આની જાહેરાત કરી છે. ભારતીય સમય અનુસાર બપોરે દોઢ વાગ્યે આ ઘટના બની હતી. સ્નેક આઇલેન્ડ એ કાળા સમુદ્રમાં યુક્રેનનો એક વિસ્તાર છે. અગાઉ, બ્લેક સી ફ્લીટના Su-30 એરક્રાફ્ટ (રશિયન એરક્રાફ્ટ) એ યુક્રેનિયન બોટને નિશાન બનાવ્યું હતું.

થોડા દિવસો પહેલા નોવોરોસિયસ્કમાં યુક્રેનિયન સી ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રશિયન નેવલ શિપ ઓલેનેગોર્સ્કી ગોર્નાયક પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. છેલ્લા 2 મહિનાથી યુક્રેને કાળા સમુદ્રમાં નેવલ અને ડ્રોન હુમલામાં ત્રણ ગણો વધારો કર્યો છે. બીજી તરફ મોસ્કોની ઉત્તર પશ્ચિમ સરહદને અડીને આવેલા ક્રાસ્નોગોર્સ્કમાં ભારે તારાજી સર્જાઈ છે. યુક્રેનિયન ડ્રોન વિસ્ફોટથી ક્રાસ્નોગોર્સ્કમાં રહેણાંક મકાનને નુકસાન થયું છે. યુક્રેનિયન ડ્રોનના કાટમાળથી અથડાયા બાદ એપાર્ટમેન્ટની બારીઓ તૂટી ગઈ હતી. ડ્રોન સાથે અથડાયા બાદ બિલ્ડીંગની નજીકના સેંકડો વાહનોને નુકસાન થયું છે. ડ્રોન વિસ્ફોટ બાદ ક્રાસ્નોગોર્સ્કમાં ગભરાટનો માહોલ છે.