રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન RSS-BJP પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના આગરમાં જાહેર સભા દરમિયાન કહ્યું, RSS-BJPના લોકો ‘જય સિયા રામ’ ના નારા લગાવતા નથી. તેઓ જય સિયા રામ નથી બોલતા કારણ કે તેઓ સીતાનું સન્માન નથી કરતા. મહિલાઓને તેમના સંગઠનમાં કોઈ સ્થાન નથી. રાહુલ ગાંધીએ કહ્યું, RSSના લોકો ભગવાન રામની ભાવના નથી અપનાવતા. રામે ક્યારેય નફરત ફેલાવી નથી, કોઈનું અપમાન નથી કર્યું. કોંગ્રેસની ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશ બાદ રાજસ્થાન જશે. રાજસ્થાન પછી તે હરિયાણા અને પછી દિલ્હી જશે. તેમણે કહ્યું કે, ભાજપના લોકો એક ધર્મ સાથે બીજા ધર્મને લડાવે છે. રાહુલ ગાંધીએ કહ્યું, ભગવાન રામ જીવનનો માર્ગ હતા.
सीता के बिना भगवान राम का नाम अधूरा है – वो एक ही हैं इसीलिए हम 'जय सियाराम' कहते हैं।
भगवान राम सीता जी के लिए लड़े। हम जय सिया राम जपते हैं और महिलाओं को सीता का स्वरूप मान उनका आदर करते हैं।
जय सिया राम 🙏
– श्री @RahulGandhi pic.twitter.com/Q0is2EsMhx
— Congress (@INCIndia) December 2, 2022
રામ એટલે જીવન જીવવાની રીત
રાહુલ ગાંધીએ કહ્યું, મને એક પંડિતે કહ્યું કે ભગવાન રામ સંન્યાસી હતા. ગાંધીજીનું સૂત્ર હતું હે રામ. હે રામનો અર્થ જીવનનો માર્ગ છે. આ યાત્રા દેશના લોકોની યાત્રા છે. આ યાત્રામાં કોઈ થાક નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું આ યાત્રામાં લાખો લોકોને મળ્યો છું. ખેડૂતનું કહેવું છે કે યુરિયા મળતું નથી. વેપારીનું કહેવું છે કે જીએસટી અને નોટબંધીને કારણે ધંધો થંભી ગયો છે.
I will laugh with you,
And wipe your tears,
I will raise your voice,
And fight your fears.#BharatJodoYatra pic.twitter.com/ie4C4qtjl8— Congress (@INCIndia) December 2, 2022
બે કૂતરાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું
શુક્રવારે મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લામાં પાર્ટીની ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું કૂતરાઓની જોડી દ્વારા ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સર્વ મિત્ર નાચન, છ વર્ષીય લેબ્રાડોર રીટ્રીવર્સના માલિક, ગાંધીનું સ્વાગત કરવા તેમના પાલતુ પ્રાણીઓ સાથે તનોડિયા શહેરમાં પહોંચ્યા.