અભિનેત્રી પ્રિયંકા ચોપરાના ઘરે હાલમાં પ્રસંગનો માહોલ જામ્યો છે. હોય જ ને,ભાઈ સિદ્ધાર્થના લગ્ન જો છે. પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાય ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાશે. બંને પરિવારોમાં લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નીલમે પહેલેથી જ પોતાના હાથ પર સિદ્ધાર્થના નામની મહેંદી લગાવી દીધી છે, જ્યારે સિદ્ધાર્થના ઘરે માતા રાણીની પૂજા સાથે વિધિઓ શરૂ થઈ ગઈ છે.
માતા રાણીની પૂજા સાથે શુભ શરૂઆત
પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ લગ્નની વિધિઓની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. તેમણે માતા રાણીને પ્રાર્થના કરી છે કે તેમના પુત્ર અને ભાવિ પુત્રવધૂની દુનિયા ખુશીઓથી ભરી દે. મધુ ચોપરાએ લખ્યું, ‘લગ્ન સમારંભો શ્રદ્ધાથી શરૂ થાય છે. માતા દેવી આ દંપતીને આશીર્વાદ આપે. સુખ, પ્રેમ અને સમૃદ્ધિ આપો.’
View this post on Instagram
પ્રિયંકા ચોપરા એથનિક લુકમાં
મધુ ચોપરાએ આગળ લખ્યું, ‘મિત્રો અને પરિવારની હાજરીએ આ પ્રસંગને વધુ ખાસ બનાવ્યો’. તસવીરોમાં, મધુ ચોપરા અને પરિવારના સભ્યો પૂજા કરતા જોઈ શકાય છે. પ્રિયંકા ચોપરા એથનિક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે. જ્યારે, મધુ ચોપરા ગુલાબી રંગના પોશાકમાં જોવા મળી રહી છે.
નીલમના હાથ પર સિદ્ધાર્થના નામની મહેંદી
દુલ્હનના ઘરમાં પણ ઉજવણીનો માહોલ છે. મહેંદી વિધિ પૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે, મંગળવારે પ્રિયંકા ચોપરા અને વરરાજા પક્ષના અન્ય સભ્યો મહેંદી કન્યાના ઘરે લઈ ગયા હતાં. નીલમ ઉપાધ્યાયે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસવીરો શેર કરી છે, જેમાં તે મહેંદી લગાવતી જોવા મળી રહી છે. નીલમના હાથ પર સિદ્ધાર્થના નામવાળી મહેંદી બનાવવામાં આવી છે. હલ્દી સમારોહ પણ શરૂ થઈ ગયો છે, જેમાં મધુ ચોપરા પણ જોઈ શકાય છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)