પ્રતીક ગાંધી સ્ટારર સ્પાય વેબ સિરીઝ ‘સારે જહાં સે અચ્છા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર સોમવારે નેટફ્લિક્સ ઈન્ડિયા દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. તે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ડ્રામા અને પરમાણુ સંઘર્ષની ઝલક દર્શાવે છે.
ટ્રેલરની વાત કરીએ તો પ્રતીક ગાંધીએ ભારતના RAW એજન્ટની ભૂમિકા ભજવતા જોવા મળે છે. તે ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પોસ્ટેડ છે. તે પાકિસ્તાનમાં થઈ રહેલી પરમાણુ પ્રવૃત્તિને રોકવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન, તેને ઘણો સંઘર્ષ કરવો પડે છે.
જેમ જેમ પ્રતીક ગાંધી પાકિસ્તાનમાં રાજદ્વારી બાબતોની નજીક પહોંચે છે, તેમ તેમ તે એક પાકિસ્તાની ISI એજન્ટને મળે છે. આ પાત્ર સન્ની હિન્દુજા દ્વારા ભજવવામાં આવ્યું છે. પ્રતીક ગાંધી પાકિસ્તાનમાં ગમે તે કરે, તેના દુશ્મનો તેની દરેક ગતિવિધિ પર નજર રાખે છે.
View this post on Instagram
ગાંધી અને હિન્દુજા ઉપરાંત ટ્રેલરમાં તિલોતમા શોમ, કૃતિકા કામરા, રજત કપૂર અને અનુપ સોની પણ છે. ‘સારે જહાં સે અચ્છા’ સીરિઝ ગૌરવ શુક્લા દ્વારા બનાવવામાં આવી છે.
ટ્રેલર બતાવે છે કે જો ભારતના એજન્ટો સહેજ પણ ભૂલ કરે છે, તો પાકિસ્તાન પરમાણુ યુદ્ધ શરૂ કરી શકે છે. આવી સ્થિતિમાં, ભારતીય એજન્ટે પાકિસ્તાની દુશ્મનોને પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવા પડશે. ટ્રેલરનો એક સંવાદ પ્રખ્યાત છે. રજત કપૂર પ્રતીક ગાંધીને કહે છે, ‘જો આપણે પરમાણુ પ્રવૃત્તિ બંધ ન કરી શકીએ, તો શું તમે જાણો છો કે શું થશે?’ આના પર ગાંધી કહે છે, ‘ત્રીજું વિશ્વ યુદ્ધ.’ આના પર રજત કપૂર કહે છે, ‘ના, છેલ્લું વિશ્વ યુદ્ધ.’ શ્રેણીના તમામ પાત્રોએ ઉત્તમ અભિનય કર્યો છે.’સારે જહાં સે અચ્છા’ 13 ઓગસ્ટના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
