POK પોતે કહેશે, હું પણ ભારત છું: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ બે દિવસીય મોરક્કોના પ્રવાસ પર છે. આ મુલાકાતને ભારત અને મોરક્કોના વચ્ચે રક્ષણાત્મક સહયોગ મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવે છે. તેમણે અહીં ભારતીય સમુદાયની સાથે પણ વાતચીત કરી હતી. રાજનાથ સિંહે કહ્યુ હતું કે POK. આવશે, અમારે POK પર હુમલો કરીને કબજો કરવા કરવાની જરૂર પડશે જ નહિ.

તેમણે કહ્યું હતું કે  POKમાં માગ ઊઠવા લાગી છે.  મેં પાંચ વર્ષ પહેલાં કાશ્મીરમાં એક કાર્યક્રમમાં ભારતીય સેનાને સંબોધતાં કહ્યું હતું કે POK પર હુમલો કરીને હડપવાની જરૂર નથી. તે તો આપણું જ છે. હવે POK પોતે કહેશે કે ‘હું પણ ભારત છું’ — તે દિવસ આવશે.તેમણે પહsલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ આતંકીઓ અહીં આવ્યા અને અમારા નાગરિકોનો ધર્મ પૂછીને તેમને માર્યા હતા. અમે કોઈનો ધર્મ જોઇને નક્કી કર્યું નહોતું, અમે તેમના કર્મને જોઇને માર્યા છે. અમે કોઈ નાગરિક કે સંસ્થા પર હુમલો કર્યો ન હતો. જો અમે ઇચ્છતા તો કોઈ પણ સૈન્ય અથવા નાગરિક પ્રતિષ્ઠાન પર હુમલો કરી શકતા, પરંતુ અમે એવું ન કર્યું.

ઓપરેશન સિંદૂર વિશે રાજનાથ સિંહની ટિપ્પણી

તેમણે ઓપરેશન સિંદૂરનો બીજો ભાગ બાકી છે કે ત્રીજો — તે અમે નહીં કહી શકીએ. એ પાકિસ્તાનના વર્તન પર નિર્ભર છે. જો તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાશે તો તેમને જવાબ મળશે. CDS અને ત્રણેય સેનાપ્રમુખો અને રક્ષા સચિવ સાથેની બેઠકમાં મેં પ્રથમ પ્રશ્ન પૂછ્યો હતો કે જો સરકાર કોઈ ઓપરેશન કરવાનું નક્કી કરે તો શું તેઓ તેના માટે તૈયાર છે. તમને એ જાણીને આનંદ થશે કે તેમણે એક સેકન્ડ પણ વિલંબ કર્યા વગર જવાબ આપ્યો હતો કે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. એ પછી અમે વડા પ્રધાન મોદીનો સંપર્ક કર્યો, તેમણે અમને આગળ વધવા માટે કહ્યું અને સંપૂર્ણ છૂટ આપી હતી.