પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સોમવારે  મોટી રાહત મળી છે. લાહોર હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા. ખાન ખુદ કોર્ટમાં હાજરી માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વડા ઈમરાન ખાને કોર્ટમાં હાજર થતા પહેલા કહ્યું કે હું કોર્ટનું સન્માન કરું છું. હું કોર્ટમાં હાજર થવાનો છું. હાઈકોર્ટમાં જઈને પોતાના સમર્થકોને સંદેશો આપતાં તેમણે કહ્યું હતું કે તેઓ જેલભરો આંદોલન પાછું નહીં ખેંચે અને મારી તમામ સુરક્ષાની જવાબદારી સરકારની છે. ઈમરાન ખાનને લાહોર હાઈકોર્ટે સાંજે 5.30 કલાકે રજૂ કર્યા હતા, ત્યારબાદ તેમના પર સુનાવણી શરૂ થઈ હતી.

https://twitter.com/ANI/status/1627697285877604352

ઈમરાન ખાન પર શું હતો આરોપ

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનને સોમવારે (20 ફેબ્રુઆરી) તેમના વિરુદ્ધ નોંધાયેલા આતંકવાદી કેસમાં 3 માર્ચ સુધી વચગાળાના રક્ષણાત્મક જામીન આપવામાં આવ્યા હતા. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવેલા ઈસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત રીતે તોડફોડ કરવામાં આવી હતી.

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને લાહોર હાઈકોર્ટમાંથી રાહત મળી છે. ખાનગી ન્યૂઝના અહેવાલ મુજબ, તેની વિરુદ્ધ સાંગજાની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ પહેલા ઈમરાન ખાનને ઈલેક્શન કમિશન વિરોધ (ECP) વિરોધ કેસમાં લાહોર હાઈકોર્ટ સમક્ષ હાજર થવા માટે સાંજે 5:00 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

અરજી ફગાવી દેવામાં આવી હતી

પાકિસ્તાની સમાચાર મીડિયા અનુસાર પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે ચાર સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી. આ પહેલા 2 ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદ હાઈકોર્ટે પ્રતિબંધિત ફંડિંગ કેસમાં જ ઈમરાન ખાનની પાર્ટીની પાકિસ્તાન ચૂંટણી પંચ વિરુદ્ધ અરજીને ફગાવી દીધી હતી. ઈમરાન ખાન સામે એવો આરોપ હતો કે તેણે અને અન્ય સહયોગીઓએ ફોરેન એક્સચેન્જ એક્ટનું ઉલ્લંઘન કરીને વિદેશી ભંડોળ મેળવ્યું હતું. તેમની પાર્ટી સામે વિદેશી ભંડોળનો કેસ 2014નો છે જ્યારે પીટીઆઈના સ્થાપક સભ્ય અકબર એસ. બાબરે વિદેશી દાતાઓ દ્વારા પાર્ટીના ભંડોળમાં મોટી અનિયમિતતાનો આક્ષેપ કર્યો હતો.