પોલીસની ટીમોએ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાનના ઘરને ઘેરી લીધું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને ઈમરાનના ઘરમાં 30 થી 40 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ ઇમરાનના ઘર જમાન પાર્કમાં મિલિટરી ઓપરેશનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાની પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને બુધવારે (17 મે) બપોરે ઈનપુટ મળ્યા હતા કે પેશાવર કોપ્સ કમાન્ડરના ઘર પર હુમલાના આરોપીઓ ઈમરાનના ઘરમાં છુપાયેલા છે. જે બાદ ઈમરાનના ઘરની ઘેરાબંધી કરવામાં આવી હતી. પોલીસે આતંકીઓને 24 કલાકમાં ઘરની બહાર નીકળવાનું અલ્ટીમેટમ આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આવું નહીં થાય તો પોલીસ-ફોર્સની ટીમ ઈમરાનના ઘરમાં ઘૂસીને આતંકીઓને ઠાર કરશે. આ વખતે ઈમરાન સામે પણ કડક કાર્યવાહી થઈ શકે છે.
The interim Punjab government (in Pakistan) has given a 24-hour deadline to the Pakistan Tehreek-e-Insaf (PTI) to hand over the “30-40 terrorists that have taken refuge” at former prime minister Imran Khan’s Zaman Park residence in Lahore to the police: Pakistan’s Geo News…
— ANI (@ANI) May 17, 2023
પીટીઆઈએ 24 કલાકમાં આતંકવાદીઓને સોંપી દો : પંજાબ સરકાર
લાહોરમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પર કટાક્ષ કરતા, પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વચગાળાની સરકારના માહિતી પ્રધાન આમિર મીરે (કાર્યકારી) કહ્યું, “30-40 આતંકવાદીઓએ લાહોરમાં ઈમરાન ખાનના ઝમાન પાર્ક નિવાસસ્થાનમાં આશ્રય લીધો હતો. તેઓને લઈ જવામાં આવ્યા છે. તેમને પોલીસને સોંપવા જોઈએ. પીટીઆઈએ સમજવું જોઈએ કે કાયદો પોતાનો માર્ગ અપનાવશે. અમીરે કહ્યું, જમાન પાર્કમાં છુપાયેલા આતંકવાદીઓને પોલીસને સોંપવા માટે તમારી પાસે 24 કલાક છે. અમીરે એમ પણ કહ્યું હતું કે સરકાર “આતંકવાદીઓ”ની હાજરી વિશે અગાઉથી સારી રીતે જાણતી હતી, કારણ કે ઘણા વિશ્વસનીય ગુપ્તચર અહેવાલો હતા. તેમણે કહ્યું કે 9 મેના રોજ દેશના ઘણા ભાગોમાં હિંસા અને આગચંપી કરનારાઓને સખત સજા આપવામાં આવશે. આ માટે તે ‘આતંકવાદીઓ’ને લશ્કરી અદાલતોમાં રજૂ કરવામાં આવશે.
કલમ 59 અને કલમ 60 હેઠળ પગલાં લેવાશે!
ઇમરાન ખાન અને તેના સમર્થકો સામે આર્મી એક્ટની કલમ 59 અને 60 હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની અટકળો બાદ પોલીસની આ ઘેરાબંધી સામે આવી છે. આ કલમ નાગરિક અપરાધો માટે લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત જો દોષી સાબિત થાય તો ગુનેગાર માટે મૃત્યુદંડની જોગવાઈ છે. ઈમરાન વિરુદ્ધ આર્મી એક્ટ હેઠળ કેસ નોંધવાનું કારણ ઈમરાનના સમર્થકો દ્વારા સેનાની સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં જ પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ‘ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ’ એટલે કે ISPRએ સેનાની સંપત્તિને નુકસાન પહોંચાડવાના મામલામાં આરોપીઓ સામે આર્મી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની વાત કરી હતી.
પાકિસ્તાન 9 મેના રોજ સળગ્યું હતું
હકીકતમાં 9 મે 2023ના રોજ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ લાહોરમાં પીએમના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. આ સિવાય સેના કમાન્ડરોના નિવાસસ્થાન અને ઓફિસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. દેશભરમાં હિંસક પ્રદર્શનમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે બાદ 2 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી મોટા ભાગના ઈમરાનની પાર્ટી પીટીઆઈના કાર્યકરો હતા.