રાજકોટ આગની ઘટનામાં ગેમઝોનના માલિકની ધરપકડ

ગુજરાતમાં વધુ એક મોટી દુર્ઘટના ઘટી છે. ગુજરાતના રાજકોટમાં ગેમઝોનમાં આગ લાગવાની મોટી ઘટના બની હતી. આગના લીધે ગેમઝોનમાં બાળકો ફસાયા હતા. શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. જેમાં 32 લોકોના મોત થયા છે. રાજકોટમાં ફરી એકવખત હચમચાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. TRP ગેમઝોનના માલિકની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ 10થી વધુ બાળકો અને તેના માતા-પિતા ગેમઝોનની અંદર ફસાયા હતા. આગમાં ગેમઝોનનો સામાન બળીને ખાખ થયો છે. તો વિકરાળ આગના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તો 32 લોકોના મોત થયા છે.