રાજકોટ આગ દુર્ઘટના, PMએ વ્યક્ત કર્યું દુઃખ

ગુજરાતના રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધીને 32 થયો છે. બપોરે લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટના શનિવારના રોજ બની હતી અને રાજકોટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આગ પાછળનું કારણ શું છે તેની અમે તપાસ કરી રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે, શહેરના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાનો મેસેજ આપવામાં આવ્યો છે.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટના પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, રાજકોટમાં આગની ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલો માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર તમામ શક્ય મદદ કરી રહ્યું છે.