આ વર્ષે ફ્લાવલ શોનું આયોજન 1 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું છે. તેમજ આમા 12 વર્ષથી નીચેના બાળકો માટે મફત એન્ટ્રી મળશે. આ વર્ષે અમદાવાદમાં કોરોનાના બે વર્ષના કારણે સ્થગિત થયેલા આ કાર્યક્રમો ધૂમ મચાવશે. ત્યારે અટલ બ્રિજ પર લોકોની ભીડ વધી ન જાય તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ફ્લાવર શો દરમિયાન બપોરે 2 વાગ્યાથી અટલબ્રિજ બંધ રહેશે.
અમદાવાદમાં કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી ટૂક સમયમાં અમદાવાદમાં ભવ્ય ફ્લાવર શોને નિહાળવાનો મોકો મળશે. કોરોના કાળના બે વર્ષ બાદ અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાન્યુઆરી મહિનામાં ફ્લાવરશોનું આયોજન કરવામાં આવશે જેને લઇને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
AMC દ્વારા દર વર્ષે ફ્લાવર શોનું આયોજન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ પખવાડિયામાં ‘અમદાવાદ ફલાવર શો’નું આયોજન કરવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે આ આયોજનને રદ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે તંત્ર દ્વારા ફ્લાર શોનુ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
ફ્લાવર શોમાં વિવિધ આકર્ષણો
આ વર્ષે તંત્ર દ્વારા અમદાવાદમાં ફ્લાવર શો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવ શો માં વિવિધ આકર્ષણો તમામનું મન મોહી લેશે. આ ફ્લાવર શોમાં G-20 થીમ આધારીત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો જોવા મળશે, તેમજ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની થીમ આધારિત સ્કલ્પચર,ફલાવર લવ ગેટ, ફલાવર ફોલ પોટ, ફલાવર ટ્રી તથા જુદા જુદા કલરનાં ફલાવર રોલનાં સ્કલ્પચર, જુદી જુદી સાઇઝના ફલાવર ટાવરનું સ્કલ્પચર, વાઇલ્ડ લાઇફ થીમ આધારીત જુદા જુદા સ્કલ્પચર, ધનવંતરી ભગવાન અને ચરક ૠષિનાં સ્કલ્પચરો,વેજિટેબલ્સ તથા ફ્રૂટનાં જુદા જુદા સ્કલ્પચર જોવા મળશે સાથે જ સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ, જુદી જુદી વેરાયટીઓ જેવી કે ઓર્કિડ, રેનેલ્ક્યૂલસ, લિલિયમ, પિટુનિયા, ડાયન્યસ જેવા 10 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલા ફૂલછોડની પ્રદર્શની વગેરે આકર્ષણના કેન્દ્રો ઉભા કરવામાં આવશે.