ઓપરેશન સિંદૂર, SIR પર લોકસભામાં વિપક્ષનો હંગામો

નવી દિલ્હીઃ લોકસભામાં બિહારમાં મતદાર યાદીની વિશિષ્ટ ગહન રિવિઝન (SIR) સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષી પક્ષોના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો, મોન્સુન સત્રના બીજા દિવસે જેમ જ લોકસભાની કાર્યવાહી શરૂ થઈ તેમ જ વિપક્ષના સભ્યો હોબાળો કરવા લાગ્યા અને કાર્યવાહી થોડીક મિનિટમાં જ સ્થગિત કરવામાં આવી હતી. પરિણામે પ્રશ્નકાળ અને શૂન્યકાળ ચાલી શક્યા નહીં.

SIR મુદ્દે સંસદમાં હોબાળો

લોકસભામાં વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો અને કેટલાક સભ્યો અધ્યક્ષની બેઠક નજીક આવીને હોબાળો કર્યો હતો. કેટલાક સભ્યો તેમના હાથે પ્લેકાર્ડ લહેરાવતા હતાં, જેમાં મતદાર યાદીની વિશિષ્ટ ગહન રિવિઝન (SIR)ના વિરોધમાં સૂત્રો લખેલાં હતાં. અધ્યક્ષ જગદંબિકા પાલે વિપક્ષના સભ્યોને તેમના સ્થાન પર જઇને શાંતિથી બેઠક ચાલવા દેવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે ગઈ કાલે તમે ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માગ કરી હતી. BACએ આ મુદ્દે 16 કલાકની ચર્ચાની મંજૂરી આપી છે. જો તમે SIR પર ચર્ચા માગો છો તો એ મુદ્દો પણ BACમાં લો. ત્યાં નિર્ણય થશે.

સંસદીય કાર્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ જણાવ્યું હતું કે અધ્યક્ષ જે વિષય પર નિયમ મુજબ ચર્ચાની મંજૂરી આપશે, એ મુદ્દા પર સરકાર ચર્ચા કરવા તૈયાર છે. અધ્યક્ષે વિપક્ષના સભ્યોને કહ્યું કે શૂન્યકાળ ચાલવા દો. મારે સભા ચલાવવી છું, પરંતુ તમારો સહયોગ માગું છું.

ઓમ બિરલાની અપીલ નિષ્ફળ

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ વિપક્ષના સભ્યોને તેમની બેઠકે જઇને શાંતિ રાખવાની અપીલ કરી. તેમણે કહ્યું હતું કે શું તમે દેશના ખેડૂતો અને તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા માગતા નથી? જો તમારે માત્ર હોબાળો જ કરવો છે અને પ્લેકાર્ડ લઈને આવવું છે તો એ સંસદની પરંપરા મુજબ નથી. કૃપા કરીને તમારી જગ્યાએ બેસી જાઓ, આ સભા ચાલવા દો.