વિશ્વના પગલે ભારતીય શેરબજારમાં પણ ભૂકંપ, સેન્સેક્સ 3915 પોઇન્ટ તૂટ્યો

મુંબઈ: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરની ભારતીય શેરબજાર પર ભયંકર અસર દેખાઈ છે. વિશ્વના બજારો તૂટવાની શ્રેણીમાં હવે ભારતના સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ જે અગાઉ 75,364 પોઈન્ટ પર બંધ થયો હતો. તેમાં એક ઝાટકે 3,914.75નો કડાકો નોંધાઈ જતાં સેન્સેક્સ સીધો 71,449.94 પર આવી ગયો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 1,150 પોઇન્ટનો મોટો કડાકો નોંધાતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે.  આજે પ્રિ- ઓપનિંગમાં સેન્સેક્સ 3000થી વધુ ડાઉન, નિફ્ટી 1100 પોઈન્ટ ગગડ્યો હતો. આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. ગિફ્ટી નિફ્ટીથી લઈને એશિયન બજારો 9% સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા છે. કડાકાનું કારણ શું? 

આ કડાકાનું કારણ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરિફ પોલિસી અને વૈશ્વિક બજારમાં તેના કારણે ફેલાયેલો ડર મનાઈ રહ્યું છે. અગાઉ જાપાન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયન શેરમાર્કેટમાં પણ કડાકાની સ્થિતિ દેખાઈ હતી જેનાથી સ્પષ્ટ છે કે ટ્રેડ વૉરની ચિંતા હવે દુનિયાભરને હચમચાવી રહી છે.