અડાલજમાંથી ગાંજાના જથ્થો સાથે એકની ધરપકડ

અમદાવાદઃ રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે ગાંધીનગરમાં ફરી એક વાર ગાંજા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અડાલજની SOG પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીનું નામ ભરત રાવળ હોવાનું સામે આવ્યું છે.

આરોપી પાસેથી પોલીસે 700 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. જેની બજારમાં કુલ કિંમત 7000 જેટલી છે. પોલીસે આરોપી પાસેથી કુલ 12,000નો મુદ્દા માલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આરોપી ક્યાંથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો. કોને વેચવાનો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે.