અમદાવાદ: રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત આગામી જૂન 2024થી થવાની છે. ત્યારે આગામી 27,28 અને 29 શાળા પ્રવેશઉત્વસની પણ જાહેરાત થઈ ચૂકી છે. પ્રવેશઉત્સવને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે રાજ્ય સરકાર દ્રારા જૂન-2024થી શરૂ થતા શૈક્ષણિક વર્ષ દરમિયાન તમામ વિદ્યાર્થીોઓને પુસ્તકો મળી જાય તેટલા માટે પુસ્તકો રવાના કરી દેવામાં આવ્યા છે. સૂત્રોનું માનીયે તો આગામી 30 મે સુધી તમામ શાળા સુધી પુસ્તરો પહોંચી જાય તેવી વ્યવસ્થાન કરવામાં આવી છે.
રોડ સેફ્ટી બનશે અભ્યાસના ભાગ
ગુજરાતના નાનાથી લઇને મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહીં છે ત્યારે નાગરિકોના સ્વભાવમાં ટ્રાફિક સેન્સ આવે તેટલા માટે નવી પેઢીને પ્રથમ વખત ટ્રાફિકના પાઠ ભણાવવા માટે પાઠયપુસ્તક મંડળ દ્વારા ધોરણ 9 અને 10માં તમામ માધ્યમમાં સમાજ વિજ્ઞાનમાં અને ધોરણ 11 અને 12માં માત્ર ગુજરાતી માધ્યમમાં ગુજરાતી પ્રથમ ભાષામાં રોડ સેફટીના પ્રકરણ ઉમેરવામાં આવ્યા છે. ટ્રાફિકના પ્રકરણમાં વાહન ચાલકની ફરજ વિશે જણાવવામાં આવ્યું છે.વાહનચાલકે કઇ રીતે વાહન ચલાવતી વખેત કઈ બાબતો ધ્યાન રાખવા જોઈએ તેનું વર્ણન કરવામાં આવ્યું છે.ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની વય મર્યાદાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડ્રાઈવિંગના નિયમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રથમ વખત 60 સંસ્કૃત પાઠશાળા શરૂ કરવામાં આવી છે તેમા પણ નવા શૈક્ષણિક સત્રથી સંસ્કૃત માધ્યમાં વિવિધ 6 વિષયોનો નવો અભ્યાસક્રમ અમલમાં આવશે.
વિજ્ઞાન સાથે મળશે ગીતાનું જ્ઞાન
રાજય સરકાર દ્વારા શ્રીમદ ભગવત ગીતાના પાઠ તબક્કાવાર અભ્યાસક્રમમાં દાખલ કરવાની છેલ્લા બે વર્ષથી જાહેરાત કરવામાં આવે છે. છેવટે જુન-2024-25થી ધોરણ 6-8માં ભાગ-1 અમલમાં મુકવામાં આવ્યો છે. આ માટેનુ નવું પુસ્તક અમલમાં આવશે. જયારે ધો. 9થી12માં માત્ર ગુજરાતી માધ્યમમાં શ્રીમદ ભગવત ગીતાના ચેપ્ટરનો ઉમેરો કરવામાં આવ્યો છે.