મહિલાઓની છેડતી કરનારા સામે યોગી આદિત્યનાથની લાલ આંખ

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આંબેડકર નગરની ઘટના સંદર્ભે કહ્યું હતું કે જ્યાં બે લોકો દ્વારા દુપટ્ટો ખેંચ્યા પછી એક યુવતી બાઇકથી પડી ગઈ હતી, જ્યારે બીજીનું મોટરસાઇકલથી કચડાઈને મોત થયું હતું. તેમણે કહ્યું હતું કે જો રાજ્યમાં કોઈ પણ મહિલા ઉત્પીડન જેવો ગુનો કરશે તો યમરાજ એની રાહ જોઈ રહ્યા હશે. તેમણે કાયદો વ્યવસ્થા પર પ્રકાશ ફેંકતાં કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને કાયદાનો દુરુપયોગ કરવાની મંજૂરી નથી.

મુખ્ય પ્રધાને ગોરખપુરના માનસરોવર રામલીલા મેદાનમાં આયોજિત સમારોહમાં 343 કરોડના વિકાસ પ્રોજેક્ટોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું, ત્યારે તેમણે રાજ્યમાં કાયદા વ્યવસ્થા જાળવવાની વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે જોકોઈ રસ્તે ચાલતા બહેન-પુત્રીની સાથે છેડતી કરશે તો આગળના ચાર રસ્તા પર યમરાજ તેની રાહ જોતા હશે. તેને યમરાજ પાસે મોકલતા કોઈ અટકાવી નહીં શકે.  તેમણે કહ્યું હતું કે સરકાર વિકાસ, લોકકલ્યાણ અને વગર ભેદભાવે બધા લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે સંકલ્પિત અને સમર્પિત છે.

તેમણે વિકાસ કાર્યોને પ્રાથમિકતાં આપતાં કહ્યું હતું કે વિકાસ કાર્યોમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી ના થવી જોઈએ. કોઈ પણ લાપરવાહી સાંખી નહીં લેવામાં આવે. તેમણે કહ્યું હતું કે વિકાસ જ ગોરખપુરની અને ઉત્તર પ્રદેશની ઓળખ છે. પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે થયેલી ઘટના બની હતી અને ત્રણે આરોપીઓને કેટલાક કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે રવિવારે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓએ ભાગવાના પ્રયાસ કરતાં બે આરોપીઓને ગોળી વાગી હતી. જ્યારે એકને ફ્રેકચર થયું હતું.