નવી દિલ્હીઃ વ્યસ્ત જીવનશૈલીની વચ્ચે લોકો નીંદરને લઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. નીંદરને લઈને કરવામાં આવેલા સર્વે અનુસાર 85 ટકા લોકોની નીંદર પોતાના પાર્ટનરના નસકોરાથી ખૂલી જાય છે, જ્યારે 10માંથી સાત કપલ્સે એ અનુભવ્યું હતું કે તેમના પાર્ટનરના નસકોરાના અવાજથી તેમને ઘણી મુશ્કેલી થાય છે.
ભારતમાં મેટ્રેસિસના પ્રમુખ સેન્ચુરી મેટ્રેસિસે વર્લ્ડ સ્લીપ ડે 2023ના અવસરે એ જાણવા અને સમજવા માટે ઇન્ડિયા સ્લીપ સ્નોર કાર્ડ સર્વે કર્યો હતો કે ભારતીય પોતાની નીંદરની ગુણવત્તાને કેટલું મહત્ત્વ આપે છે. આ સર્વેથી એ વાત સામે આવી હતી કે એમાં ભાગ લેનારા 70 ટકા લોકોની નીદરમાં પોતાના પાર્ટનરના નસકોરાથી ઘણો ખલેલ પડે છે.
દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, જયપુર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, પટના અને ગુવાહાટીમાં 27થી 50 વર્ષની વય વર્ગના 2700થી વધુ લોકો પર કરવામાં આવ્યો હતો. સર્વે મુજબ આશરે 10માંથી સાત કપલ્સ પોતાના પાર્ટનરના નસકોરાના અવાજથી નીંદરમાં એક વાર જરૂર જાગે છે. આશરે 10માંથી સાત યુગલ પોતાના પાર્ટનરના નસકોરાનો અવાજ રેકોર્ડ કર્યો છે, જ્યારે 32 ટકા કપલ એ અનુભવે છે કે તેમના પાર્ટનરને નસકોરાની અવાજ ચાલતી મોટરસાઇકલ જેવી છે.
આ સર્વમાંથી એક મુખ્ય રૂપે ઊભરીને સામે આવી છે કે 67 ટકા લોકોએ અનુભવ્યું છે કે નસકોરાનો સંબંધ દિવસભરનો થાકથી જોડી શકાય છે. એનો આરોગ્ય અને નીંદરની ગુણવત્તાથી સંબંધ છે. આ સિવાય આશરે 45 ટકા લોકો નસકોરાનો સંબંધ ઓબેસિટી સાથે જોડે છે. એના અન્ય કારણો પણ છે. જોકે મોટા ભાગના લોકો –આશરે 55 ટકા લોકોને વિશ્વાસ છે કે નસકોરાને સાધારણ ઉપાયથી કાબૂમાં કરી શકાય છે.