તમામ કેન્દ્રીય-રક્ષિત સ્મારકો ખાતે આજે મહિલાઓને મફત-પ્રવેશ

નવી દિલ્હીઃ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે દેશભરમાં તેના દ્વારા રક્ષિત તમામ સ્મારકો ખાતે આજે મહિલા મુલાકાતીઓને મફત પ્રવેશ આપવામાં આવશે.

 

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) – ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ તરફથી જણાવવામાં આવ્યું છે કે આજે ભારતમાં તમામ કેન્દ્ર સરકાર રક્ષિત સ્મારકો ખાતે વિદેશી તેમજ ભારતીય, એમ બંને મહિલા મુલાકાતીઓને મફતમાં પ્રવેશ આપવામાં આવશે. દેશભરમાં ASIના રક્ષણ હેઠળ કેન્દ્રીય રક્ષિત 3,691 સ્મારકો છે.

https://twitter.com/ASIGoI/status/1368664284494929920