ચંડીગઢઃ 35 વર્ષ જૂના રોડ રેઝ કેસમાં એક વર્ષની જેલની સજા ભોગવી રહેલા નવજોત સિંહ સિદ્ધુ જેલમાંથી બહાર આવી ગયા છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા સિદ્ધુ પાર્ટીના સૂત્રધાર રહ્યા છે. તેઓ કોંગ્રેસ માટે હંમેશા એક કોયડો રહ્યા છે, કેમ કે ક્યારેક તેમના તેવર નરમ રહ્યા છે, પણ ક્યારે ગરમ થઈ જાય એ કોઈ કહી ના શકે. આવામાં તેઓ પંજાબના રાજકારણમાં લોકસભા ચૂંટણી 2024ની ઠીક પહેલાં સક્રિય થઈ રહ્યા છે. જોકે સિદ્ધુનું રાજકારણ કોંગ્રેસ માટે મુસીબતથી જરાય ઓછું નથી.
કોંગ્રેસ માટે 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે એક સબક સમાન હતી. એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસની પડતી પાછળ સિદ્ધ પણ જવાબદાર છે. તેણે પાર્ટીને એવી અસમંજસમાં નાખી કે લોકો સમજી નહીં શક્યા કે ચરણજિત સિંહ ચન્ની અને તેમની વચ્ચે તાલમેલ છે કે નહીં. સિદ્ધ ચૂંટણી તો હંમેશાં જીતતા રહ્યા, પણ ક્યારેય રાજકીય નેતા ના બની શક્યા. તેમનો ગુસ્સો હંમેશાં તેમની આડે આવતો રહ્યો.
વળી, કોંગ્રેસની અસ્થિરતાનું સૌથી મોટું કારણ સિદ્ધુને જ માને છે, કેમ કે તેમને કારણે જ કેપ્ટન અમરિન્દર સિંહ પાસે સોનિયા ગાંધીએ તેમનું રાજીનામું માગી લીધું હતું.ચન્ની જ્યારે મુખ્ય પ્રધાન બન્યા, ત્યારે પણ સિદ્ધુએ તેમની સાથે પંગો લીધો હતો. તેઓ કોંગ્રેસના અધ્યક્ષ હતા, પણ ક્યારેક તેઓ રાજીનામું ધરી દેવાનું કહેતા હતા અને ક્યારેક રાજકીય નાટક કરતા હતા. તેમના સહયોગી તેમના નારાજ થતા હતા.
પંજાબમાં સિદ્ધુની ભૂમિકા
પંજાબના રાજકારણમાં તેમનું કદ તો મોટું છે, પણ તેઓ જનતાનો વિશ્વાસપાત્ર ચહેરો નહીં બની શક્યા. તેઓ ગાંધી પરિવારની પણ નજીકની વ્યક્તિ હતા, તેમ છતાં તેઓ કાંગ્રેસ તેમના પર વિશ્વાસ નહોતો દર્શાવી શકતા. તેઓ પાર્ટી મેનેજમેન્ટ ફેલ રહ્યા છે. આવામાં સિદ્ધુની વાપસીની રાહ પંજાબમાં એટલી સરળ નહીં હોય.