વોટ્સએપે ભારતમાં 66 લાખ એકાઉન્ટ પર મૂક્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ વોટ્સએપે ફરી એક વાર લાખ્ખો ભારતીય યુઝર્સના અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મેટા (Meta)ના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મે મે મહિનામાં આકરી કાર્યવાહી કરી છે. નવા IT રૂલ્સ 2021 હેઠળ સોશિયલ મિડિયા પ્લેટફોર્મે ભારતમાં આ કાર્યવાહી કરી છે, જેમાં 1.55 લાખ અકાઉન્ટ્સને કોઈ યુઝર દ્વારા રિપોર્ટ કરવા પહેલાં બ્લોક કરી દેવામાં આવ્યા છે.

કંપનીએ કન્થ્લી કમ્પ્લાયન્સ રિપોર્ટમાં જણાવ્યું હતું કે નવા IT નિયમ 2021 હેઠળ મે મહિનામાં 13,367 ગ્રિવાન્સ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. ભારતમાં 55 કરોડથી વધુ યુઝરબેઝ રાખનારું મેસેજિંગ પ્લેટફોર્મે જણાવ્યું હતું કે 13,000થી વધુ ગ્રિવાન્સમાં રેકોર્ડ 31 ગ્રિવાન્સ પર પગલાં લીધાં હતાં. એ એક્શનનો અર્થ છે કે વોટ્સએપે આ ગ્રિવાન્સને ખતમ કરવા માટે કાર્યવાહી કરી છે. કંપની ગ્રિવાન્સ એપેલેટ કમિટી તરફથી ઓર્ડર મળ્યા છે. આમ વોટ્સએપે ભારતમાં 66 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.  

વોટ્સએપે આશ્વસ્ત કર્યું હતું કે કંપની ભારતમાં પગલાં લેતી વખતે યુઝરનાં હિતોને લઈને પારદર્શી છે. ભવિષ્યના કમ્પ્લાયન્સ રિપોર્ટમાં પણ એ પારદર્શિતા રાખશે. આ પહેલાં કંપનીએ એપ્રિલ, 2024માં કુલ 71 લાખ ભારતીય યુઝર્સના એકાઉન્ટ બેન કર્યા હતા. એપ્રિલમાં મેસેજિંગ એપને કુલ 10,554 ગ્રિવાન્સ એટલે કે ફરિયાદ મળી હતી. એપ્રિલમાં એમાંથી રેકોર્ડ 11 ફરિયાદો પર પગલાં લેવામાં આવ્યાં હતા.

વોટ્સએપ એકાઉન્ટ કેમ થાય બંધ?

વોટ્સએપ કે કોઈ પણ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ કોઈ પણ યુઝરનું અકાઉન્ટ કંપનીની પોલિસી પર ખરું ના ઊતરે, ત્યારે તેના પર કંપની પ્રતિબંધ મૂકી શકે છે. આ સિવાય અકાઉન્ટથી અફવા ફેલાવવા, છેતરપિંડી કરવામાં રચ્યાપચ્યા રહેવા પર કે અન્ય કોઈ પોલિસીના ઉલ્લંઘન પર એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાઈ શકે છે.