નવી દિલ્હીઃ આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખી નહી દેખાય. પશ્ચિમ બંગાળની ઝાંખીના પ્રસ્તાવને પસંદ કરનારી એક્સપર્ટ કમીટીએ ફગાવી દીધો છે. CAA અને NRC ને લઈને કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ પહેલાથી જ આમને-સામને છે ત્યારે આવામાં ઝાંખીનો પ્રસ્તાવ ફગાવવાથી વાત આગળ વધી શકે છે. એક્સપર્ટ કમીટીએ આ વર્ષ માટે 16 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને 6 મંત્રાલયોની ઝાંખીને મંજૂરી આપી છે. પશ્ચિમ બંગાળ સરકારના સૂત્રો અનુસાર તેમના દ્વારા રાજ્યમાં વિકાસ કાર્યો, જલ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણની થીમ પર ઘણા પ્રસ્તાવ આપ્યા હતા. 2019 માં પશ્ચિમ બંગાળની ઝાંખી ગણતંત્ર દિવસે પરેડમાં શામિલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી NRC અને CAA વિરુદ્ધ સતત ઝુંબેશ ચલાવી રહી છે. મમતાનું કહેવું છે કે તે કોઈપણ સ્થિતિમાં એનઆરસી અને સીએએને પોતાના રાજ્યમાં લાગૂ નહી થવા દે. 23 ડિસેમ્બર 2019 ના રોજ મમતા બેનર્જીએ શરદ પવારને પત્ર લખીને NRC અને CAA ને પોતાના રાજ્યમાં લાગૂ નહી કરવા દે. 23 ડિસેમ્બર 2019 ના રોજ મમતા બેનર્જીએ શરદ પવારને પત્ર લખીને NRC અને CAA પર સમર્થનની અપીલ કરી હતી. મમતાના પત્રના જવાબમાં શરદ પવારે 27 ડિસેમ્બર 2019 ના રોજ એક પત્ર મોકલ્યો કે જેમાં NRC અને CAA વિરુદ્ધ મમતા બેનર્જી દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલન પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું.