દિલ્હીઃ પીરાગઢીના ઉદ્યોગ નગરની ફેક્ટરીમાં આગ

નવી દિલ્હીઃ દિલ્હીના પીરાગઢી સ્થિત ઉદ્યોગ નગરની ફેક્ટરીમાં ગુરુવારના રોજ વહેલી સવારે આશરે સાડા ચાર વાગ્યે ભીષણ આગ લાગી હતી. ઘટનાસ્થળ પર 35 ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી. આગ લાગવાથી બિલ્ડિંગ પણ પડી ગઈ, જેમાં ફાયરબ્રિગેવા કર્મચારીઓ સહિત ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.દિલ્હીના પીરાદઢી ક્ષેત્રમાં ગુરુવારના રોજ એક ફેક્ટરીમાં લાગેલી આગ બાદ વિસ્ફોટ થવાથી ઘણા લોકો ત્યાં ફસાઈ ગયા. ફાયર વિભાગે જણાવ્યું કે તેમને સવારે ચાર વાગ્યે અને 23 મીનિટ પર ફેક્ટરીમાં આગ લાગવા મામલે જાણકારી મળી હતી. ફાયર વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બાદમાં વિસ્ફોટના કારણે બિલ્ડીંગ પડી ગઈ અને ફાયર સહિતના ઘણા લોકો તેમાં ફસાઈ ગયા. તેમણે જણાવ્યું કે કુલ 35 કર્મચારીઓ ઘટના સ્થળ પર છે અને બચાવ કાર્ય ચાલુ છે.