નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસના મહામારીના નવા ઓમિક્રોન વેરિઅન્ટના ચેપના દર્દીઓની સંખ્યા વધવા માંડતા કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.
વડા પ્રધાને અધિકારીઓને આદેશ આપ્યો હતો કે તેઓ તમામ સ્તરે ઉચ્ચ સ્તરની સતર્કતા અને સાવચેતી જળવાય એની તકેદારી રાખે. કેન્દ્રીય વિભાગોએ રાજ્યોના વહીવટીતંત્રો સાથે ગાઢ સમન્વય જાળવીને કામ કરવું. નવા વેરિઅન્ટને ધ્યાનમાં લઈને આપણે સતર્ક અને સાવધાન રહેવું જોઈએ. રોગચાળા સામેનો જંગ હજી પૂરો થયો નથી. કોવિડ-19ને નિયંત્રણમાં રાખવા માટે સુરક્ષિત વ્યવહાર-નિયમોનું પાલન કરવાનું આજે પણ એટલું જ મહત્ત્વનું છે.
ઓમિક્રોન વેરિઅન્ટની રાજ્યવાર સ્થિતિઃ
