વિજય અને પરાજય જીવનમાં અટળ છે, અમે લોકોનો ચુકાદો નમ્રતા સાથે સ્વીકારીએ છીએઃ પીએમ મોદી

નવી દિલ્હી – છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા પરાજયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકારી લીધો છે અને જીત હાંસલ કરવા બદલ કોંગ્રેસને અભિનંદ આપ્યા છે.

વડા પ્રધાને ટ્વીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.

વડા પ્રધાને કહ્યું છે કે જીત અને હાર જીવનમાં અટળ છે. જનતાનાં ચુકાદાને ભાજપ નમ્રતાપૂર્વક સ્વીકારે છે.

નવી દિલ્હી

મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે, હું છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની જનતાનો આભાર માનું છું કે એમણે આ રાજ્યોમાં એમની સેવા કરવાનો અમને મોકો આપ્યો. આ રાજ્યોમાં ભાજપની સરકારે લોકોનાં કલ્યાણ માટે નિરંતર સેવા બજાવી છે.

છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમન સિંહ અને રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ એમનાં પદ પરથી રાજીનામું આપી દીધું છે.

મધ્ય પ્રદેશમાં હજી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ચાલુ છે, પરંતુ ચિત્ર આખરે કોંગ્રેસની તરફેણમાં જાય એવી ધારણા છે.

વસુંધરા રાજે અને ડો. રમન સિંહ

સરકાર બનાવવા માટે કોંગ્રેસને ટેકો આપવાની સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને જીજીપી પાર્ટીઓએ જાહેરાત કરી દીધી છે.

વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ તથા મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટીઓને પણ અનુક્રમે તેલંગાણા તથા મિઝોરમની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા બદલ અભિનંદન આપ્યા છે.

httpss://twitter.com/narendramodi/status/1072526642357198849

httpss://twitter.com/narendramodi/status/1072526642357198849

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]