વિદેશ જવું છે? પાસપોર્ટ-વેક્સિન સર્ટીફિકેટને CoWin-પર લિન્ક-કરો

મુંબઈઃ કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો નિયંત્રણમાં આવી ગયા બાદ ઘણાં લોકો એમના કામકાજમાં રાબેતા મુજબ થવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોવિડ રસી લેનારાઓની સંખ્યા 82 કરોડને પાર કરી ગઈ છે. અત્યાર સુધીમાં 20 કરોડ લોકોને રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. ઘણાં દેશો અમુક શરતો સાથે વિદેશી પર્યટકોને પ્રવેશવાની પરવાનગી આપી રહ્યા છે. જો તમે પણ વિદેશ જવા ઈચ્છતા હો તો તમારે વિઝા અને નાણાંની વ્યવસ્થા કરવા ઉપરાંત આ કોરોના યુગમાં બીજી એક મહત્ત્વની વ્યવસ્થા કરવાની પણ જરૂર રહેશે. તમારે તમારો પાસપોર્ટ કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે લિન્ક કરવાનો રહેશે. તમે કોરોનાની રસીના બંને ડોઝ લઈ લીધા છે એ દર્શાવતું સર્ટિફિકેટ તમારી પાસે હોવું ફરજિયાત છે. આગળ જતાં કોઈ તકલીફ ન થાય એટલા માટે તમારા પાસપોર્ટ અને વેક્સિન સર્ટિફિકેટને તત્કાળ લિન્ક કરી દેજો.

આ માટે તમારે કેન્દ્ર સરકાર સંચાલિત Cowin વેબસાઈટ (www.cowin.in.) પર જવું અને અમુક સ્ટેપ્સનું અનુસરણ કરવું.

સ્ટેપ 1:  કોવિન વેબસાઈટ પર લોગઈન થયા બાદ હોમ પેજ પર સપોર્ટ ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 2: તમારી સમક્ષ 3 ઓપ્શન આવશે, એમાંથી સર્ટિફિકેટ કરેક્શન પર ક્લિક કરો.

સ્ટેપ 3: અહીં તમને તમારા વેક્સિનેશનનું સ્ટેટસ દેખાશે

સ્ટેપ 4: તમારે Raise an issue ઓપ્શન પર ક્લિક કરવાનું

સ્ટેપ 5: ત્યારબાદ Add Passport ડિટેલ પર ક્લિક કરો

સ્ટેપ 6: તમારું નામ અને પાસપોર્ટ નંબર જેવી વિગતો ભરો

સ્ટેપ 7: વિગત સુપરત કર્યા બાદ તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે.

સ્ટેપ 8: હવે તમારે કોવિન એપ પરથી તમારું વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું રહેશે. તમારા પાસપોર્ટની વિગતોને અહીં અપડેટ કરવાની રહેશે.