નવી દિલ્હીઃ ચૂંટણી પંચ મતદાન ટકાવારી વધારવા અને વોટિંગને દરેક સંભવ કાયદાના દાયરામાં કરવાના પ્રયાસ કરી રહ્યું છે. ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતોનુ મતદાન વધારવા માટે પ્રક્રિયાને સરળ બનાવી છે. મહારાષ્ટ્ર અને તેલંગાણાની બોર્ડર પર ચૂંટણી પંચ 14 ગામના મતદાતાઓ દ્વારા બે વાર મત કરવાની ગેરકાનૂની કવાયત પર પ્રતિબંધ કરવાના પ્રયાસમાં રત છે.
મહારાષ્ટ્ર અને તંલંગાણાની સરહદે સ્થિત 14 ગામોના આશરે 4000 મતદાતાઓ દેશનું એકમાત્ર વોટર્સ ગ્રુપ છે, જેમને 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ બે વાર મતદાન કરવાનો વિશેષાધિકાર પ્રાપ્ત થશે. મહારાષ્ટ્રમાં 19 એપ્રિલે પહેલા તબક્કામાં ચંદ્રપુર ચૂંટણી ક્ષત્રે માટે અને એ પછી 13 મેએ ચોથા તબક્કામાં તેલંગાણામાં આદિલાબાદ મત વિસ્તાર માટે મતદાન થશે.એક અહેવાલ મુજબ મહારાષ્ટ્ર અને તેલંગામાની વચ્ચે દાયકાઓ જૂના સીમા વિવાદને કારણે 6000થી વધુ વસતિવાળા આ 14 ગામોને બંને રાજ્યોનો લાભ મળે છે. આ ગામોમાં મરાઠી અને તેલુગુ સ્કૂલ છે. હોસ્પિટલ પણ આ પ્રકારે છે. બંને રાજ્યોથી સંબંધિત ગ્રામ પંચાયત અને સરપંચ પણ છે.
તેલંગાણામાં આદિલાબાદની કેરામેરી તહેસિલ અને મહારાષ્ટ્રમાં ચંદ્રપુરની જિવતી તહસિલમાં આવનારાં 14 ગામોને લઈને ક્ષેત્રીય વિવાદ 1956થી છે, જ્યારે આંધ્ર પ્રદેશની રચના થઈ હતી.
આ ગામમાં બે ગ્રામ પંચાયતો- પારંડોલી અને અંતપુર-ના અંતર્ગત આવે છે, જે 30 કિમીથી વધુ દૂર છે. આ ગ્રામીણો પાસે બે-બે મતદાતાઓ ઓળખ પત્ર છે, જેમાં તેમના નામ બંને રાજ્યોના ચૂંટણી ક્ષેત્રમાં સૂચિબદ્ધ છે. પ્રત્યેક ગ્રામીણની પાસે બે રેશન કાર્ડ, આધઆર કાર્ડ, મનરેગા કાર્ડ, જાતિ પ્રમાણ પત્ર અને અન્ય દસ્તાવે છએ. એક-એક મહારાષ્ટ્રથી અને તેલંગાણાથી- જે તેમને બંને રાજ્યોથી સામાજિક કલ્યાણ યોજનાઓનો લાભ ઉઠાવવા માટે સક્ષમ બનાવે છે.