ચેન્નઈઃ સરકારની સિટિઝનની સર્વિસિસ યુનિફાઇડ મોબાઇલ એપ્લિકેશન ફોર ન્યુ એજ ગવર્નન્સ (ઉમંગ) એપમાં યુઝર્સને ટૂંક સમયમાં વોઇસ કમાન્ડ મળશે. આ ફીચરનો ઉમેરો થતાં યુઝર્સ એપલની ‘સિરી’ અને એમેઝોનની ‘એલેક્સા’ની જેમ આ એપમાં વોઇસ કમાન્ડને વાપરી શકશે, કેન્દ્ર સરકારે સરકારી સેવાઓના એક્સેસને સરળ બનાવવા માટે ‘ઉમંગ એપ’ રજૂ કરી છે.
‘ઉમંગ એપ’માં વોઇસ કમાન્ડ ઉમેરાયા પછી યુઝર્સ રસીકરણનું સર્ટિફિકેટ, રસીકરણના સ્લોટનું બુકિંગ, પેન્શનની રકમની તપાસ, સ્કોલરશિપનું સ્ટેટસ ચકાસવા, દવાની તપાસ અથવા જનઔષધિ સ્ટોર્સ, પ્રોવિડન્ટ ફંડની પાસબુક અથવા EPFOના દાવાનું સ્ટેટસ વોઇસના કમાન્ડ દ્વારા જાણી શકશે.
આ એપમાં તાજેતરમાં 13 નાગરિક માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં આ-રક્તકોશ, EPFO, જન ઔષધિ, ESIC (એમ્પ્લોયી સ્ટે ઇન્શ્યોરન્સ કોર્પોરેશન) નેશનલ સ્કોલરશિપ, AICTE (ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ ટેક્નિકલ એજ્યુકેશન), કોવિન અને અટલ પેન્શન યોજનાનો સમાવેશ થાય છે.
વળી, આ એપમાં ટૂંક સમયમાં AI સંચાલિત નાગરિક સેવાઓની અન્ય વિશેષતાઓ ઉમેરવામાં આવશે. આ સાથે આ એપમાં પહેલાં ઇંગ્લિશ અને હિન્દીમાં ફીચર્સ ઉમેરવામાં આવશે અને એ પછી આગામી છથી આઠ મહિનાઓમાં 10 ભારતીય ભાષાઓમાં ફીચર્સ ઉમેરવામાં આવશે.
આ એપમાં ફીચર્સ ઉમેરતાં પહેલાં પાંચ લાખથી વધુ યુઝર્સ સાથે લેખિત સવાલ વાતચીત કરવામાં આવી હતી અને 10 લાખથી વધુ સવાલો પૂછવામાં આવ્યા હતા. જોકે વોઇસ ફીચર્સ એપમાં ઉમેરવા સક્ષમ હશે, એમ બેંગલુરુ સ્થિત સેન્સેફોર્થ.એઆઇના શ્રીધર મારીએ જણાવ્યું હતું.