બોરીસ જોન્સન આ મહિને ભારત આવશે

નવી દિલ્હી/લંડનઃ એક તરફ રશિયા અને યૂક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે તેવામાં બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન આ જ મહિને ભારતની સત્તાવાર મુલાકાતે આવવાના છે. તેઓ મહિનાના બીજા પખવાડિયામાં ભારત આવે એવી ધારણા છે.

વડા પ્રધાન કાર્યાલયે જોન્સનની મુલાકાત વિશે હજી સુધી સત્તાવાર સમર્થન આપ્યું નથી, પરંતુ તે મુલાકાતનું ફોકસ ભારત-બ્રિટન વચ્ચેના સંબંધોને વધારે મજબૂત બનાવવા અને ભારત-બ્રિટન મુક્ત વ્યાપાર સમજૂતીને આખરી ઓપ આપવા જેવી બાબતો પર રહેશે એવું કહેવાય છે. વડા પ્રધાન જોન્સન 22 એપ્રિલે ભારત આવે એવી ધારણા છે. વડા પ્રધાન નરેન્દ્ર મેદી અને જોન્સને ગયા મહિને ટેલિફોન પર વાતચીત કરી હતી.