સાઇબર ગુના પર અંકુશ લગાવવા દેશો વચ્ચે સહયોગ જરૂરીઃ વૈષ્ણવ

નવી દિલ્હીઃ રેલવે, કોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીપ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સાઇબર ક્રાઇમને દેશની સરહદો નથી નડતી અને ઈમેઇલ દ્વારા એ આચરી શકાય છે, ખાસ કરીને આજના આધુનિક યુગમાં વિશ્વાના દરેક ખૂણાથી સાઇબર ગુનાને અંજામ આપી શકાય છે.

વિજ્ઞાન ભવનમાં CBI દ્વારા આયોજિક સાઇબર ક્રાઇમની તપાસ અને ડિજિટલ ફોરેન્સિક પર રાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે આ સંદર્ભે દેશો, ઓર્ગેનાઇઝેશન અને સાઇબર ગુનાથી પ્રભાવિત બધી શાખાઓ વચ્ચે તાલમેલ બહુ મહત્તવપૂર્ણ છે. આ સંદર્ભે તેમણે કહ્યું હતું કે સાઇબર ગુનામાં સાઇબર ફોરેન્સિક ભૂમિકા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને પબ્લિક ડોમેનમાં વ્યક્તિગત માહિતી હોવાના લાભ પણ છે અને નુકસાન પણ છે.

તેમણે કહ્યું હતું કે ટેક્નોલોજીના માધ્યમથી લોકોની ઉત્પાદકતા, સુવિધા અને કાર્યક્ષમતામાં સુધારો થાય છે, પણ એની સાથે-સાથે વ્યક્તિનું વ્યક્તિગત જીવન ખુલ્લું પડી જાય છે અને એને નુકસાન થવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. કેટલીક વાર સાઇબર ગુના ગંભીર બની જાય છે, એમ તેમણે કહ્યું હતું. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, યુવા વિજ્ઞાનીઓ, યુવા એન્જિયર્સ સાઇબર ગુનાના રક્ષણાર્થે અને એ ગુના અટકાવવા માટે આઘળ આવવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

CBI ડિરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલે કહ્યું હતું કે એજન્સીએ સમયાંતરે સાઇબર ગુનામાં નિપુણતા મેળવી છે. આ પ્રસંગે સામાન્ય વ્યક્તિની મદદ માટે નવાં ફીચર્સ સાથે CBI વેબસાઇટ પુનઃ લોન્ચ કરવામાં આવી હતી.