અમરાવતીઃ સોશિયલ મિડિયાનો લોકોને ખૂબ ક્રેઝ છે. સામાન્ય વ્યક્તિને તો બધું કરવાની છૂટ છે, પણ જોકોઈ ડ્યુટી કરતાં આમ કરે તો તેણે સર્વિસના નિયમોને અનુસરવા પડે છે. હાથમાં સરકારી રિવોલ્વર લઈને સોશિયલ મિડિયા માટે વિડિયો બનાવવો એક કોન્સ્ટેબલને ભારે પડી ગયું હતું. વિડિયો વાઇરલ થયા પછી મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
એ વાઇરલ વિડિયોમાં પોલીસ અજય દેવગનની ફિલ્મમાં હીરોની ભૂમિકા ભજવી હતી, કેમ કે તે બદમાશોને અમરાવતીથી દૂર રહેવાની ચેતવણી આપે છે. તે એમ કહે છે કે અમરાવતીમાં કાયદો-વ્યવસ્થાનું પાલન કરવાથી લાભ થશે. નાટકીય પૃષ્ઠભૂમિમાં સંગીત પર ચાલતા એક બાઇક પર બેઠેલો પોલીસ કર્મચારી એક બંદૂક લોડ કરવાનું નાટક કરતા પણ જોઈ શકાય છે.
પોલીસે કહ્યું હતું કે પોલીસની છબિ ખરાબ થવા બદલ અમરાવતીના ચંદૂર બજાર પોલીસ સ્ટેશનમાં તહેનાત કોન્સ્ટેબલ મહેશ મુરલીશર કાળેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. એક અધિકારીએ કહ્યું હતું કે વિડિયો જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ધ્યાનમાં આવતાં કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. એ વિડિયોને ફિલ્મી ઢબે શૂટ કરવામાં આવ્યો હતો, એમ અમરાવતી (ગ્રામીણ) પોલીસ સુપરિટેન્ટેન્ટ હરિ બાલાજીએ કહ્યું હતું. કાળેને હથિયાર બતાવતા જોવામાં આવ્યો હતો. અમે આવી બાબતોને પ્રોત્સાહિત નથી કરતા, એમ અધિકારીએ કહ્યું હતું. તેને મંગળવારે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
e,